ઓફર / મારુતિની ગ્રાહકો માટે નવી સ્કીમ, કારનું ડાઉન પેમેન્ટ અડધું થઈ જશે

New scheme for Maruti's customers, car down payment will be cut to half price

Divyabhaskar.com

Jan 13, 2020, 10:30 AM IST

ઓટો ડેસ્કઃ દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની મારુતિ તેની ગાડીઓ પર ડાઉન પેમેન્ટ ઘટાડવા માટે બેંકો સાથે પાર્ટનરશિપ કરી રહી છે. આ પાર્ટનરશિપ દ્વારા કંપની તેના ગ્રાહકોને ઓછા ડાઉન પેમેન્ટ પર કાર આપવા માગે છે. કંપનીનો આ પ્રોજેક્ટ હાલમાં પાઇલટ મોડમાં છે. આ પ્રોજેક્ટ સાથે કંપની ગ્રાહકો માટે એક સ્પેશિયલ સ્કીમ લાવી રહી છે, જેથી ગ્રાહકો ઓછા ડાઉન પેમેન્ટ પર મારુતિની કાર ખરીદી શકશે.

છેલ્લાં કેટલાક વર્ષોમાં કારની કિંમતમાં થયેલા વધારાને કારણે બેંકો ગ્રાહકો પાસેથી વધુ ડાઉન પેમેન્ટ લે છે. તેથી કંપની બેંકો સાથે ભાગીદારી કરી રહી છે. કંપની તેની ખાસ સ્કીમ દ્વારા ગ્રાહકોને લો ડાઉન પેમેન્ટ પર કાર વેચશે. કંપનીના આ પગલાં દ્વારા તે ઓટો માર્કેટમાં મંદીનો સામનો કરવા માગે છે.

ડાઉન પેમેન્ટ 50% સુધી ઘટી જશે
અત્યારે ગ્રાહકોને કારની ઓનરોડ પ્રાઇઝનું 20% ડાઉન પેમેન્ટ આપવાનું હોય છે. કંપનીની સ્કીમ માર્કેટમાં આવ્યા બાદ આ ડાઉન પેમેન્ટ ઘટાડીને 10% સુધી થઈ જશે. ઉદાહરણ તરીકે, જો મારુતિની કોઈ એન્ટ્રી લેવલ કારની ઓનરોડ કિંમત 4.5 લાખ રૂપિયા હોય તો અત્યારે તમારે 80 હજારથી 90 હજાર રૂપિયા સુધીનું ડાઉન પેમેન્ટ કરવાનું હોય છે. કંપનીની નવી સ્કીમ લાગુ થયા બાદ 40 હજારથી 45 હજાર રૂપિયા સુધીનું ડાઉન પેમેન્ટ કરીને જ તમે કાર ખરીદી શકશો.

X
New scheme for Maruti's customers, car down payment will be cut to half price

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી