ન્યૂ લોન્ચ / મસાજ સીટ અને 15 સ્પીકરની મ્યૂઝિક સિસ્ટમવાળી ન્યૂ મર્સિડીઝ V-Class લોન્ચ થઈ, 11 સેકંડમાં 0-100ની સ્પીડ પકડશે

New mercedes V-Class launches with massage seat and 15 speaker music system

Divyabhaskar.com

Nov 08, 2019, 11:28 AM IST

ઓટો ડેસ્કઃ મર્સિડીઝ બેન્ઝે ભારતીય બજારમાં તેની નવી V-Class Elite લોન્ચ કરી દીધી છે. તેની એક્સ શો રૂમ કિંમત 1.10 કરોડ રૂપિયા છે. નવું વર્ઝન જૂનાં વેરિઅન્ટની સરખામણીએ કેટલાક નવા અપડેટ્સ સાથે આવશે. તેમાં પહેલાં કરતાં વધુ સુંદર દેખાતી રિવર્સ ગ્રિલ અને થ્રી પોઇન્ટ સ્ટાર લોગો પણ સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ટ્વિક્ડ હેડલેમ્પ્સ, નવું બમ્પર, વાઈડ મેશ ગ્રિલ અને ગાડીની ચારેબાજુ આપવામાં આવતી ક્રોમ પણ સામેલ છે. V-Class Eliteમાં નવાં એલોય વ્હીલ્સ પણ મળશે.

11 સેકંડમાં 0-100ની સ્પીડ
V-Class Elite કારમાં 2ય0 લિટરનું ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જેનો મેક્સિમમ પાવર 161 bhp અને મેક્સિમમ ટોર્ક 380 છે. તેમાં 9G ટ્રોનિક 9 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપ્યું છે. કંપનીનો દાવો છે કે, આ કાર 11 સેકંડમાં 0-100ની સ્પીડ પકડી લે છે.

મસાજ ફંક્શનવાળી સીટ
મર્સિડીઝ બેન્ઝની નવી વી-ક્લાસ V-Class Eliteમાં ત્રણ નવા કલરના શેડ્સ આપ્યા છે. તેમાં સ્ટીલ બ્લુ, સેલેનાઇટ ગ્રે અને ગ્રેફાઇડ ગ્રે સામેલ છે. કંપની ફક્ત લોન્ગ-વ્હીલબેસ 6 સીટર ઓપ્શન આપી રહી છે. આ મલ્ટિ પર્પઝ વ્હીકલમાં મસાજ ફંક્શનવાળી લક્ઝરી સીટ, ક્લાઇમેટ કન્ટ્રોલ, 15 સ્પીકરવાળું 640 W બર્મેસ્ટર સરાઉન્ડ સિસ્ટમ જેવાં ફીચર્સ મળશે. ગાડીના સેન્ટરમાં મિની રેફ્રિજરેટર પણ આપવામાં આવ્યું છે. તેમજ, કારમાં પેનોરમિક સનરૂફ પણ મળશે.

આ કારમાં ઓપ્શનલ 18 ઈંચનાં એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે. કાર સાથે 17 ઈંચનાં વ્હીલ આવશે. કારની વ્હીલ સસ્પેન્શન સિસ્ટમને પણ અપડેટ કરવામાં આવી છે. કારમાં સિલ્ક બેઝ અથવા બ્લેક અપહોલ્સ્ટ્રીષ એમ્બિઅન્ટ લાઇટિંગ, ઇલેક્ટ્રિક સ્લાઇડિંગ ડોર અને એક એક્સેસરી પેકેજ પણ આપવામાં આવ્યું છે. સેફ્ટી માટે તેમાં અટેન્શન આસિસ્ટ, 360 ડિગ્રી કેમેરા, એક્ટિવ પાર્ક આસિસ્ટ, 6 એરબેગ્સ અને કંપનીની પ્રિ-સેફ પેકેજ આપ્યું છે. તેમાં કમાન્ડ ઓનલાઇન ઇન્ટરફેસવાળી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપી છે.

X
New mercedes V-Class launches with massage seat and 15 speaker music system

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી