ન્યૂ લોન્ચ:BS6 એન્જિન સાથે નવી મહિન્દ્રા બોલેરો લોન્ચ થઈ, કિંમત 7.76 લાખ રૂપિયા

ઓટો2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ મહિન્દ્રાએ ઇન્ડિયન માર્કેટમાં અપડેટેડ બોલેરો લોન્ચ કરી દીધી છે. BS6 એન્જિન સાથે આવનારી મહિન્દ્રા બોલેરોની પ્રારંભિક કિંમત 7.76 લાખ રૂપિયા રાખવામાં આવી છે. બોલેરો ફેસલિફ્ટમાં સૌથી મોટો ફેરફાર તેના એન્જિનમાં કરવામાં આવ્યો છે. આ સાથે જ તેને ફ્રેશ લુક આપવા માટે SUVમાં કોસ્મેટિક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. નવી મહિન્દ્રા બોલેરો ત્રણ વેરિઅન્ટ B4, B6 અને B6(O)માં માર્કેટમાં આવી છે. તેની કિંમત અનુક્રમે 7.76 લાખ, 8.42 લાખ અને 8.78 લાખ રૂપિયા છે.

એન્જિન
અપડેટેડ બોલેરોમાં BS6 કમ્પ્લાયન્ટ 1.5 લિટરનું ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 3,600 rpm પર 75 bhp પાવર અને 1,600-2,200 rpm પર 210 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સતી સજ્જ છે. આ કારની ફ્યુલ ટેંક કેપેસિટી 60 લિટર છે.

ફ્રેશ લુક
બોલેરો ફેસલિફ્ટમાં ફ્રંટમાં રિવાઇઝ્ડ બોનેટ, નવા હેડલેમ્પ, નવી ગ્રિલ અને નવા એરડેમ તેમજ પોગ લેમ્પ હાઉસિંગ સાથે નવું ફ્રંટ બંપર આપવામાં આવ્યું છે.કારની પાછળ નવા ટેલલેમ્પ અને બૂટ ગેટ સાથે નવું ડોર હેન્ડલ સામેલ કરવામાંઆવ્યું છે. કુલ મળીને આ અપડેટેડ SUVનો લુક ફ્રેશ લાગે છે.

ઇન્ટિરિયર
નવી બોલેરો પણ જૂનાં મોડેલની જેમ 7 સીટર ઓપ્શનમાં આવી છે. કેબિનમાં રિવાઇઝ્ડ અપહોલ્સ્ટ્રી અને aux, USB સપોર્ટ સાથે મ્યૂઝિક સિસ્ટમ આપવામાં આવી છે.

સેફ્ટી
નવાં મોડેલમાં સેફ્ટી માટે ડ્યુઅલ એરબેગ્સ, હાઇ સ્પીડ અલર્ટ, ડ્રાઇવર અને ક-ડ્રાઇવર સીટબેલ્ટ રિમાઇન્ડર અને રિઅર પાર્કિંગ સેન્સર્સ જેવાં સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યાં છે.