અપકમિંગ:ભારતમાં નવું મેડ ઇન ઇન્ડિયા મિનિ ઇલેક્ટ્રિક સ્કૂટર Gemopai Miso આવશે, જૂન મહિનામાં લોન્ચ થવાની શક્યતા

દિલ્હી3 વર્ષ પહેલા

ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવનારી કંપની Gemopai ઇન્ડિયન માર્કેટમાં એક નવુંમિનિ સ્કૂટર Miso લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીએ આ સ્કૂટરનું ટીઝર પણ રિલીઝ કરી દીધું છે. Gemopai Miso સ્કૂટરના આ વર્ષે જૂન મહિનામાં લોન્ચ કરવામાં આવશે. Gemopaiનું કહેવું છે કે, આ મિનિ ઇલેક્ટ્રિક સ્કૂટર એફિશિયન્સ, વેલ્યૂ ફોર મની અને કમ્ફર્ટેબલ પર્સનલ મોબ્લિટી વ્હીકલ હશે. ખાસ કરીને કોરોના વાઇરસના આ મહામારીના સમયગાળામાં આ મિનિ સ્કૂટર પર્સનલ યુઝ માટે બહુ ઉપયોગી સાબિત થશે.

સ્કૂટર બે વેરિઅન્ટમાં આવશે

Gemopai Miso ઇલેક્ટ્રિક સ્કૂટર બે વેરિઅન્ટમાં આવશે. તેનો ઉપયોગ પર્સનલ યુઝ સાથે માલ ટ્રાન્સફર કરવા માટે પણ કરી શકાશે. માલવાહક તરીકે આ મિનિ સ્કૂટર લોડિંગ કરિયર સાથે આવશે. આ સાથે જ તે કેરિયર વગર પણ અવેલેબલ હશે. જેનો ઉપયોગ રોજિંદા ટ્રાવેલિંગ માટે કરી શકાશે.

મેડ ઇન ઇન્ડિયા મિનિ સ્કૂટર

કંપનીનો દાવો છે કે, Gemopai Miso સંપૂર્ણ રીતે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે. કંપનીએ કહ્યું કે, બેટરીપેક સિવાય Gemopai Miso સ્કૂટર દેશમાં જ અસેમ્બલ અને મેન્યુફેક્ચર કરવામાં આવ્યું છે. આ મિનિ સ્કૂટર અનેક બેટરી પ્શન સાથે આવશે. એકવાર ફુલ ચાર્જ થવા પર આ સ્કૂટર 65 કિમી સુધી ચાલશે.