ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સને મળી રહેલું પ્રોત્સાહન અને વધી રહેલી માગને જોતાં માર્કેટમાં એક સ્વદેશી કંપનીએ પોતાનું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. ભારતમાં Ola S1 ઇલેક્ટ્રિક સ્કૂટર અને સિમ્પલ One ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ થયાં બાદ ભારતની બીજી એક કંપની eBikeGo તેનું ફર્સ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર eBikeGo Rugged લઇને આવી છે. eBikeGoનું આ ફર્સ્ટ રગ્ડ ઇલેક્ટ્રિક સ્કૂટર G1 અને G1+ જેવાં બે વેરિઅન્ટમાં લોન્ચ થયું છે અને કંપનીનો દાવો છે કે આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 160 કિમી સુધીનું અંતર કાપશે.
કિંમત
eBikeGo G1 Rugged ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 79,999 રૂપિયા અને eBikeGo G1+ Rugged ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 99,999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્કૂટર પર ગ્રાહકોને રાજ્ય તરફથી આપનારી સબસિડી છૂટનો લાભ પણ મળશે. આ સબસિડી મળ્યા બાદ તેની કિંમત ઘટી જશે. આ સ્કૂટરનું બુકિંગ શરૂ થઈ ગયું છે અને નવેમ્બર મહિનામાં તેની ડિલિવરી પણ શરૂ થઈ જશે. ગ્રાહકો આ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને આ સ્કૂટર બુક કરાવી શકશે.
ફીચર્સ
eBikeGo Rugged ઇલેક્ટ્રિક સ્કૂટરનો લુક અન્ય ઇ-સ્કૂટર કરતાં બહુ અલગ છે. તેનો કલર પણ એકદમ યૂનિક અને અટ્રેક્ટિવ છે. આ સ્કૂટરમાં 14 ઇંચના વ્હીલ આપવામાં આવ્યાં છે. તેમાં 3kW (4bhp)ની ઇલેક્ટ્રિક મોટર અને 1.9 kWhની 2 બેટરી લાગેલી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેની બેટરીને ફુલ ચાર્જ થવામાં આશરે 4 કલાક જેટલો સમય લાગે છે અને જો તે એકવાર ફુલ ચાર્જ થઈ ગઈ તો તે 160 કિમી સુધીનું અંતર કાપી શકે છે. તેમજ, તેની ટોપ સ્પીડ 70kmph છે. આ સ્કૂટરમાં 4G કનેક્ટિવિટી સાથે ઇન્ટરનેટની સુવિધા પણ આપવામાં આવી છે. તેમાં નેવિગેશન, વ્હીકલ લોકેશન, ઇન્ટેલિજન્ટ વ્હીકલ મોનિટરિંગ સહિત અન્ય ઘણાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. આટલું જ નહીં, કંપની સ્કૂટરની ચેસિસ પર સાત વર્ષની વોરંટી પણ આપી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.