તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ લોન્ચ:સાઉથ કોરિયન માર્કેટમાં નવી ‘Kia Picanto’ લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત રૂ. 7.25 લાખ

9 મહિનો પહેલા
 • નવી કિઆ પિકાટો માત્ર એક પેટ્રોલ એન્જિનમાં ઉપલબ્ધ છે
 • જુના મોડેલની સરખામણીમાં પિકાટો ફેસલિફ્ટની ડિઝાઈનમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે

કિઆ મોટર્સે પોતાની નાની કાર  Kia Picantoનું નવું મોડેલ સાઉથ કોરિયન માર્કેટમાં લોન્ચ કર્યું છે. 2020 Kia Picanto ફેસલિફ્ટ ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ Grand i10 Nios પ્લેટફોર્મ પર આધારિત છે. સાઉથ કોરિયામાં નવી કિઆ પિકાટોની કિંમત  1,17,50,000 KRW (સાઉથ કોરિયન કરન્સી) એટલે કે અંદાજે 7.25 લાખ રૂપિયા છે. 

નવી કિઆ પિકાટો માત્ર એક પેટ્રોલ એન્જિનમાં ઉપલબ્ધ છે. તેમાં 1.0-લીટરનું પેટ્રોલ એન્જિન છે, જે 4-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. આ એન્જિન 76PS પાવર અને 95Nm ટોર્ક જનરેટ કરે છે. કેટલાક ઈન્ટરશેનલ માર્કેટમાં પિકાટો કિઆ મોર્નિંગ તરીકે ઓળખાય છે. જુના મોડેલની સરખામણીમાં પિકાટો ફેસલિફ્ટની ડિઝાઈનમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે અને કારનું ઇન્ટિરિયર પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે. નવી કારમાં પ્રોજેક્ટર હેડલેમ્પ અને તેની ચારેય તરફ LED DRLની સાથે રિવાઈઝ્ડ હેડલેમ્પ આપવામાં આવ્યા છે. તે ઉપરાંત ફેસલિફ્ટ મોડેલમાં થોડા ફેરફારની સાથે કિઆની સિગ્નેચર ટાઈગર નોઝ ગ્રિલ, અપડેટેડ ફ્રન્ટ અને રિઅર બંપર, નવી ડિઝાઈનના 16 ઈંચ અલોય વ્હીલ, નવી LED ટેલલેમ્પ, ક્રોમ એક્ઝોસ્ટ ટિપ અને શાર્ક ફિન એન્ટિના આપવામાં આવ્યા છે. 

ઇન્ટિરિયર

ઇન્ટિરિયરની વાત કરીએ તો, કેબિનમાં વધારે ફેરફાર કરવામાં નથી આવ્યા, પરંતુ કેટલાક નવા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે. પિકાટો ફેસલિફ્ટના ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલમાં નવા 4.2 ઈંચ કલર MID આપવામાં આવ્યા છે. કારમાં 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જેમાં 2 બ્લૂટૂથ ડિવાઇસિસને કનેક્ટ કરી શકાય છે. 

ફીચર્સ 
કારમાં વોઈસ રેકગ્નિશન, વાયરલેસ નેવિગેશન, વાયરલેસ ફોન ચાર્જિંગ, અને  વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ જેવા ફીચર છે. કાર ઈન્ટરનેટ ઈનબિલ્ડ 'કાર ટૂ હોમ' ફીચરથી સજ્જ છે. સેફ્ટી માટે નવી પિકાટોમાં લેન-કીપિંગ અસિસ્ટ સિસ્ટમ, અને બ્લાઈન્ડ સ્પોટ ડિટેક્શન જેવા ફીચર આપવામાં આવ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો