તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોન્ચિંગ પહેલાં ન્યૂ હ્યુન્ડાઈ ક્રેટાના 10 હજાર યુનિટ બુક, ડ્યુઅલ સનરૂફ અને 10.25 ઈંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2020 ક્રેટા 17 માર્ચે લોન્ચ થશે, ત્યારે તેની કિંમત પરથી પડદો ઉઠશે

ઓટો ડેસ્ક. હ્યુન્ડાઈ પોતાની ન્યૂ 2020 ક્રેટાને 17 માર્ચે લોન્ચ કરશે. કંપનીએ તેનું પ્રી-બુકિંગ શરૂ કરી દીધું છે. નવી હ્યુન્ડાઈ ક્રેટાને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. લોન્ચિંગ પહેલાં તેના 10 હજાર યુનિટ બુક થઈ ગયા છે. ગ્રાહક 25 હજાર રૂપિયા આપીને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ www.hyundai.com અથવા ડીલર્સની પાસે જઈને તેનું બુકિંગ કરાવી શકે છે. આ કારનો લુક ચીની માર્કેટમાં રહેલી હ્યુન્ડાઈ ix25થી મળતો આવે છે. 
નેક્સ્ટ જનરેશન હ્યુન્ડાઈ ક્રેટા બે ઈન્ટિરિયર કલર ઓપ્શનમાં આવશે. તેના મોટાભાગના વેરિઅન્ટ ડ્યુઅલ ટોન બ્લેક અને બેઝ ઇન્ટિરિયર કલરમાં આવશે. તેના ટોપ વેરિઅન્ટ SX(O)નું ઈન્ટિરિયર કોન્ટ્રાસ્ટ રેડ સ્ટિચિંગની સાથે સંપૂર્ણ બ્લેક કલરનું હશે. કંપની તેના 5 વેરિઅન્ટ E, EX, S, SX, SX (O) લોન્ચ કરશે તેમાં પણ એન્જિનના હિસાબથી કુલ 14 વરિઅન્ટ આવશે. તેમાં 10 કલર ઓપ્શન મળશે.

ડ્યુઅલ ટોન કલરમાં ઈન્ટિરિયર
તેમાં 7.0 ઈંચના ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, એર પ્યુરિફાયર, રિમોટ એન્જિન સ્ટાર્ટ ફીચર અને પેડલ શિફ્ટર પણ મળશે. તે ઉપરાંત USB ચાર્જિંગ સોકેટ, વાયરલેસ ચાર્જિંગ, રિઅર વિન્ડો સનશેડ, રિઅર હેડરેસ્ટ, લેધર અપહોલ્સ્ટરી, પેનોરમિક સનરુફ, LED રનિંગ લેમ્પ અને કૂલ્ડ ગ્લવ બોક્સ મળશે. તેના  AC વેન્ટ્સને નવી ડિઝાઈન આપવામાં આવી છે. કારમાં 10.25 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને બોસ કંપનીના 8 સ્પીકર અને સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવી છે. 

એન્જિન ઓપ્શન
તેના ટોપ વેરિઅન્ટમાં 1.4 લીટર, 4 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન મળશે. જે 138bhp પાવર જનરેટ કરે છે. એન્જિન પેડલ શિફ્ટર્સની સાથે 7 સ્પીડ DCT ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ છે. તેની સાથે 1.5 લીટર પેટ્રોલ અને 1.5 લીટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન મળશે. આ બંને એન્જિન 115bhp પાવર જનરેટ કરે છે. બંને એન્જિનમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળશે, તેમાં 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો પણ ઓપ્શન મળશે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો