ટીઝર:ન્યૂ જનરેશન હોન્ડા સિવિકનું ટીઝર રિલીઝ થયું, 24 જૂને કાર ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થશે

4 મહિનો પહેલા

જાપાનની ઓટોમોબાઇલ કંપની હોન્ડા 24 જૂને તેની સિવિક હેચબેક કારનું ન્યૂ જનરેશન મોડેલ લોન્ચ કરવા જઈ રહી છે. લોન્ચિંગ પહેલાં જ કંપનીએ આ કારનું ટીઝર પણ બહાર પાડી દીધું છે. કંપનીના જણાવ્યા અનુસાર, સિવિક કારનું ન્યૂ જનરેશન મોડેલ જૂનાં મોડેલ કરતાં વધુ પ્રીમિયમ હશે. કંપનીએ આ હેચબેક કારને સિવિક સિડેન તરીકે તૈયાર કરી છે. આ કારને વધુ સારી બનાવવા માટે હોન્ડાએ તેમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપ્યા છે.

આ ફેરફાર થશે
હોન્ડા દ્વારા બહાર પાડવામાં આવેલા ટીઝરમાં જોઈ શકાય છે કે, કારની પાછળના ભાગમાં નવી રૂફલાઇન અને નવું રિઅર ફેસિયા આપવામાં આવ્યું છે. તેમાં ટેલલાઇટ્સ પણ સિડેન કારથી અલગ આપવામાં આવી છે. ન્યૂ જનરેશન હોન્ડા સિવિકની ફ્રંટ ડિઝાઇન સિવિક સિડેન મોડેલ જેવી જ હોઈ શકે છે.

એન્જિન ડિટેલ્સ
હોન્ડા તેની ન્યૂ જનરેશન કારમાં 2.0 લિટર ફોર સિલિન્ડર એન્જિનનો ઉપયોગ કરી શકે છે, જે 187Nm ટોર્ક અને 158bhp પાવર જનરેટ કરે છે. આ ઉપરાંત, કંપની આ કારમાં ટર્બોચાર્જ્ડ 1.5 લિટર, 4 સિલિન્ડર એન્જિનનો ઉપયોગ પણ કરી શકે છે, જે મહત્તમ 240Nm ટોર્ક અને 180bhp મેક્સિમમ પાવર જનરેટ કરે છે. આ બંને કાર એન્જિન CVT ટ્રાન્સમિશન સાથે આવી શકે છે. આ કારમાં 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવી શકે છે.

હોન્ડા સિવિક કાર ઘણાં વર્ષોથી કંપનીની સૌથી પ્રખ્યાત કાર છે. તે વૈશ્વિક સ્તરે કંપનીની સૌથી વધુ વેચાતી ગાડીઓમાંની એક છે. હોન્ડાએ અત્યાર સુધીમાં વિશ્વભરમાં સિવિક સિરીઝના 27 કરોડથી વધુ યૂનિટ વેચ્યાં છે. હોન્ડાએ વર્ષ 1972માં પ્રથમ વખત ગ્લોબલ માર્કેટમાં આ કાર લોન્ચ કરી હતી. કંપની ન્યૂ જનરેશન હોન્ડા સિવિક સિડેન કારને 2021ના ​​અંત સુધીમાં અમેરિકન માર્કેટમાં રજૂ કરી શકે છે. ત્યારબાદ કંપની આ કારને ચીનના માર્કેટમાં રજૂ કરશે. ભારતમાં આ કારના લોન્ચિંગ અંગે હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી.

અન્ય સમાચારો પણ છે...