ટેસ્ટિંગ / નવી જનરેશન ઓડી A6 સેડાન કારનું ભારતમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું, આગામી મહિને લોન્ચ થઈ શકે છે

New Generation Audi A6 sedan car tested in India, may launch next month

  • નવી જનરેશનની ઓડી A6માં 3.0 લિટરનું V6 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 335 bhp અને 500 Nm પીક ટૉર્ક જનરેટ કરે છે
  • કારમાં 3.0 લિટરનું ડીઝલ એન્જિન પણ આપવામાં આવ્યું છે, જે 282 bhp અને 620 Nm પીક ટૉર્ક જનરેટ કરે છે
  • કારનું  એક્સટિરિઅર A7 અને A8 જેવું જ બનાવવામાં આવ્યું છે
  • નવી જનરેશનની કારમાં 12.3 ઈંચનું વર્ચ્યુઅલ કોકપીટનાં સેન્ટરમાં એમએમઆઈ ટચસ્ક્રીન આપવામાં આવ્યું છે

Divyabhaskar.com

Oct 10, 2019, 03:26 PM IST

ઓટો ડેસ્ક: નવી જનરેશન ઓડી A6 સેડાન કારનું ભારતમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તેથી જલ્દી કંપની આ કારને લોન્ચ કરી શકે છે. નવી ઓડી A6 કાર ઘણાં ફેરફારો સાથે આવી શકે છે. આ કારનું એક્સટિરિઅર A7 અને A8 જેવું જ બનાવવામાં આવ્યું છે.

નવી જનરેશનની ઓડી A6 માં એકસમાન આકારની સિંગલ ગ્રિલ ફ્રેમ હોરિઝોન્ટલ ગ્રિલ આપવામાં આવી છે, જે LED હેડલેમ્પ ધરાવે છે. ટેસ્ટિંગ દરમિયાન જોવા મળતાં કારનાં લુકમાં 18 ઇંચનું ડ્યુઅલ ટોન અલોય વ્હીલ્સ જોવાં મળે છે.

ઓડી ઇન્ડિયાએ આ નવી જનરેશન કારમાં રેપઅરાઉન્ડ LED ટેઈલ લેમ્પ્સ લગાવ્યા છે. તેને ક્રોમ સ્ટ્રિપ પરસ્પર જોડે છે. કારનાં ડેશબોર્ડ પર બ્લેક પેનલ ડિઝાઇન આપવામાં આવી છે. આ નવી જનરેશનની કારમાં 12.3 ઈંચનું વર્ચ્યુઅલ કોકપીટનાં સેન્ટરમાં એમએમઆઈ ટચસ્ક્રીન આપવામાં આવ્યું છે. તેને સમાર્ટફોનથી પણ કનેક્ટ કરી શકાય છે. આ કારમાં 37 ડ્રાઇવર અસિસ્ટન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. તેમાં પાર્ક અસિસ્ટન્ટ, સિટી અસિસ્ટન્ટ અને ટૂરિંગ અસિસ્ટન્ટ એમ કુલ 3 પેકેજ આપવામાં આવ્યા છે.

નવી જનરેશનની ઓડી A6માં 3.0 લિટરનું V6 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 335 bhp અને 500 Nm પીક ટૉર્ક જનરેટ કરે છે. આ સિવાય કારમાં 3.0 લિટરનું ડીઝલ એન્જિન પણ આપવામાં આવ્યું છે, જે 282 bhp અને 620 Nm પીક ટૉર્ક જનરેટ કરે છે. ડીઝલ એન્જિનમાં 8 સ્પીડ ઓટોમેટિક ટ્રિપટોનિક ગિઅર બોક્સ આપવામાં આવ્યું છે. પેટ્રોલ એન્જિનમાં 7 સ્પીડ એસ ટ્રોનિક ગિઅર બોક્સ આપવામાં આવ્યું છે. જોકે આ કારની કિંમત અને અન્ય માહિતી વિશે કંપની દ્વારા કોઈ માહિતી રિલીઝ કરવામાં આવી નથી.

X
New Generation Audi A6 sedan car tested in India, may launch next month

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી