ન્યૂ કાર / ન્યૂ જનરેશન '2020 મહિન્દ્રા થાર' સ્પોટ થઈ, LED ટેલલેમ્પ અને અલોય વ્હીલ હશે

New Generation '2020 Mahindra Thar' Spotted, Will Be LED Telelamp and Alloy Wheel
New Generation '2020 Mahindra Thar' Spotted, Will Be LED Telelamp and Alloy Wheel
New Generation '2020 Mahindra Thar' Spotted, Will Be LED Telelamp and Alloy Wheel

  • 2020 મહિન્દ્રા થાર આવતા વર્ષે ભારતમાં ડેબ્યૂ કરી શકે છે 
  • અલોય વ્હીલ 5-સ્પોકવાળા છે જેની સાઈઝ 18 ઈંચ છે 
  • નવી જનરેશન મહિન્દ્રા થારને ઘણા ફેરફાર સાથે લોન્ચ કરવામાં આવશે 

Divyabhaskar.com

Oct 09, 2019, 06:25 PM IST

ઓટો ડેસ્ક. 2020 મહિન્દ્રા થાર આવતા વર્ષે ભારતમાં ડેબ્યૂ કરી શકે છે અને કંપનીની આ ઓફરોડર ઘણી વખત ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. ટેસ્ટિંગ દરમિયાન SUVના સ્પાય શોટ્સમાં કારનો પાછળનો ભાગ દેખાય છે જે નવા LED ટેલલેમ્પસ અને અલોય વ્હીલથી સજ્જ છે. આ અલોય વ્હીલ 5-સ્પોકવાળા છે જેની સાઈઝ 18 ઈંચ છે હોય તેવું લાગી રહ્યું છે અને સ્પાય શો્ટસમાં કારના ટેલલેમ્પ ઢાંકેલા છે અને જેની માત્ર બોર્ડર દેખાઈ રહી છે. નવી થારનો આકાર અત્યારે વેચવામાં આવતા મોડલ કરતાં મોટો હશે. તે ઉપરાંત આ SUV ભારત સ્ટેજ VI એટલે કે BS6 નિયમો લાગુ થાય તે પહેલાં લોન્ચ કરવામાં આવશે, એવામાં નવી જનરેશન મહિન્દ્રા થારને ઘણા ફેરફાર સાથે લોન્ચ કરવામાં આવશે જેમાં ટેક્નિકલ ફેરફાર પણ સામેલ છે.

નવી જનરેશન મહિન્દ્રા થાર SUV અત્યારે વેચવામાં આવતા મોડલની તર્જ પર વિલ્લીના બોક્સી ડિઝાઈન જેવી હશે. SUVના આગળના ભાગમાં આઈકોનિક 7-સ્લોટ ગ્રિલ અને ક્લાસિક રાઉન્ડ હેડલેમ્પ આપવામાં આવ્યા છે. કારનાં ઈન્ડિકેટર્સ પણ ઉત્પાદનવાળા મોડલ કરતાં અલગ પ્રકારનાં છે અને અલગ જગ્યા પર આપવામાં આવ્યા છે અને SUVની સાથે દમદાર બમ્પર આપવામાં આવશે. પાછળના ભાગમાં મહિન્દ્રા થારની નવી જનરેશનમાં ફૂલ-સાઈઝને ટેલગેટ અને તેના પરલ સ્પેર લ્હીલ આપવામાં આવશે, તે ઉપરાંત SUVમાં રિઅર વિંડશીલ્ડ પણ આપવામાં આવશે. નવી જનરેશન થાર અત્યારે વેચવામાં આવતી SUV કરતાં પહોળી હશે.

કારની કેબિનની વાત કરીએ તો તેમાં ટચ સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ માટે જગ્યા આપવામાં આવી છે. કારના એર કોન વેન્ટ્સ પર ગ્લાસ બ્લેક ફિનિશ જોવા મળ્યું હતું. SUVની સાથે ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ આપવામાં આવ્યા છે. થારમાં નવા સ્ટીઅરિંગ વ્હીલ છે જે મલ્ટીફંક્શનલ છે અને એકદમ નવા ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર અને મલ્ટી ઈન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે SUVના કેબિનને વધારે આકર્ષક બનાવે છે. મહિન્દ્રાની નવી જનરેશન થારની સાથે 2.2 લીટરનું એમહોક એન્જિન આપવામાં આવશે જે સામાન્ય રીતે ઉપલબ્ધ કરવવામાં આવતા 4*4 લો અને હાઈ ફેક્શન સાથે આવશે.

X
New Generation '2020 Mahindra Thar' Spotted, Will Be LED Telelamp and Alloy Wheel
New Generation '2020 Mahindra Thar' Spotted, Will Be LED Telelamp and Alloy Wheel
New Generation '2020 Mahindra Thar' Spotted, Will Be LED Telelamp and Alloy Wheel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી