અપકમિંગ / નવી ફોર્ચ્યુનર TRD Sportivo 12 સપ્ટેમ્બરે લોન્ચ થઈ શકે છે, અંદાજિત કિંમત 33 લાખ રૂપિયા

New Fortuner TRD Sportivo launches on September 12, estimated cost Rs 33 lakh

Divyabhaskar.com

Sep 10, 2019, 05:46 PM IST

ઓટો ડેસ્કઃ ટોયોટા તેની લોકપ્રિય એસયુવી ફોર્ચ્યુનરનું નવું મોડલ લાવી રહી છે. 2019 Toyota Fortuner TRD Sportivo નામનાં આ મોડલને કંપનીએ જુલાઈમાં ડીલર્સ સામે રજૂ કરી હતી. આ એસયુવી 12 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થઈ શકે છે. વર્તમાન મોડલ કરતાં વધુ સ્પોર્ટી લુકવાળી આ ફોર્ચ્યુનરને ટોયોટા રેસિંગ ડેવલપમેન્ટ (TRD)એ તૈયાર કરી છે. TRD ટોયોટાની આસિસ્ટન્ટ કંપની છે, જે વિશ્વભરમાં ટોયોટાની કાર્સને મોડિફાઇડ કરે છે.

ભારતમાં આવનારી ફોર્ચ્યુનર TRD Sportivovsને પણ TRDએ ડેવલપ કરી છે. લોન્ચિંગ પહેલાં આ નવાં મોડલનું બ્રોશર લીક થઈ ગયું છે, જેનાથી એસયુવીની ઘણી જાણકારી સામે આવી ગઈ છે. તેનું આ મોડલ વર્તમાન મોડલ કરતાં વધુ સ્પોર્ટી હશે. પરંતુ એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવી જનરેશન ફોર્ચ્યુનર TRD Sportivo થાઇલેન્ડમાં પહેલેથી વેચવામાં આવી રહી છે. જો કે, ભારતમાં આવનારાં મોડલની ડિઝાઇન થાઇલેન્ડવાળાં મોડલથી થોડી અલગ હશે.

ફોર્ચ્યુનર TRD Sportivoનાં ઈન્ડિયન મોડલમાં 2.8 લિટર, 4 સિલિન્ડરનું ડીઝલ એન્જિન હશે. આ એન્જિન 174 hp પાવર અને 450 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સાથે 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ મળશે. તેની એવરેજ 12.9 કિલોમીટર પ્રતિ લીટર હશે. પેટ્રોલ એન્જિન અને મેન્યુઅલ ગિયરબોક્સનો ઓપ્શન નવાં મોડલમાં નહીં હોય.

લુક
ફોર્ચ્યુનરનું આ નવું મોડલ ડ્યુઅલ ટોન કલરમાં આવશે. તેનું રૂફ બ્લેક અને બોડી પર્લ વ્હાઇટ કલરમાં હશે. રેગ્યુલર ફોર્ચ્યુનરથી અલગ લુક આપવા માટે તેનાં ફ્રંટ અને રીઅરમાં TRD બેજિંગ આપવામાં આવ્યું છે. આ ઉરાંત, નવાં મોડલનાં બંપર અને તેની ગ્રિલની ડિઝાઇન પણ રેગ્યુલર ફોર્ચ્યુનરથી અલગ છે.

ઈન્ટિરિયર
આ એસયુવીની અંદર પણ સીટ્સ અને ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ પર TRDનું બેજિંગ મળશે. સીટ્સ પર લેધર ફિનિશ અને સ્ટિચિંગ કોન્ટ્રાસ્ટ રેડ કલરમાં હશે.

કિંમત
ફોર્ચ્યુનર TRD Sportivoની કિંમતની જાણકારી હજી સુધી સામે નથી આવી. માનવામાં આવી રહ્યું છે કે તેની એક્સ શો રૂમ કિંમત 33 લાખ રૂપિયા આસપાસ હોઈ શકે છે.

X
New Fortuner TRD Sportivo launches on September 12, estimated cost Rs 33 lakh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી