હ્યુન્ડાઈ ટક્સન SUVની એક ઝલક:નવી કારમાં 60 થી વધુ સૅફ્ટી ફિચર્સ સાથે 360 ડિગ્રી કેમેરાં, આવતાં અઠવાડિયાથી બુકિંગ શરૂ થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હ્યુન્ડાઈએ 4 ઓગસ્ટે કારનાં લોન્ચિંગ પહેલાં ભારતમાં ચોથી જનરેશનની SUV ટક્સનની એક ઝલક બહાર પાડી છે. ટક્સનની કિંમત પછીથી જાહેર કરવામાં આવશે. નવી હ્યુન્ડાઈ ટક્સન માટે બુકિંગ આવતાં અઠવાડિયે શરૂ થવાની ધારણા છે અને આવતાં મહિનાઓમાં તેની ડિલિવરી શરૂ થઈ શકે છે. કંપની આ કારને પેટ્રોલ અને ડીઝલ બંને વેરિઅન્ટમાં બહાર પાડશે. આ SUVમાં 29 જેટલાં ફીચર્સ છે, જે આ સેગમેન્ટમાં પહેલીવાર ઉપલબ્ધ થઈ રહ્યાં છે. ભારતમાં ટક્સનની આ ચોથી પેઢી છે. આ SUVમાં ગ્રાહકને લક્ઝરી અને ટેક્નોલોજીનો શાનદાર અનુભવ મળશે.

હ્યુન્ડાઈ ટક્સનને વોશર્સ સાથે પાછળનું વાઇપર મળે છે, જે આ સેગમેન્ટમાં પહેલીવાર મળ્યું છે. આ સાથે જ તેમાં LED હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ અને શાર્ક ફિન એન્ટેના સાથે રિયર સ્પોઇલર પણ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત એંગ્યુલર વ્હીલ આર્ક, બ્રોડ સાઇડ ક્લેડીંગ અને ડાયમંડ કટ એલોય વ્હીલ્સ પણ આપવામાં આવ્યા છે .પાછળના ભાગમાં નવા ટક્સનમાં ડ્યુઅલ T-આકારની LED ટેલ-લાઇટ્સ મળે છે, જે LED લાઇટ બાર સાથે જોડાયેલ હોય છે. રિયર બમ્પરમાં ડાયમંડ-પેટર્ન ફિનિશ અને ફોક્સ સિલ્વર સ્કિડ પ્લેટ મળે છે. આ સિવાય તેમાં રૂફ સ્પોઈલર પણ મળે છે. આઉટગોઇંગ મોડલની સાપેક્ષે લંબાઈ 150mm વધુ લાંબી અને વ્હીલબેઝમાં 85mm વધારવાથી નવી ટક્સન અંદરથી મોટી દેખાય છે.

હ્યુન્ડાઇ ટક્સનનો ઈન્ટિરિયર લૂક
હ્યુન્ડાઇ ટક્સનનો ઈન્ટિરિયર લૂક

નવી Hyundai Tucsonની ડિઝાઇન
નવી Hyundai Tucson ની ડિઝાઈન કંપનીનાં સેંસુઑસ સ્પોર્ટીનેસ ડિઝાઈન પર આધારિત છે. હાલનાં મોડલની સરખામણીમાં નવું મોડલ ડિઝાઈનની દ્રષ્ટિએ એકદમ અલગ છે. હવે તેમાં ટ્રાયેંગલ LED DRL સાથે પેરામેટ્રિક ગ્રિલ પણ આપવામાં આવી છે. આ SUVને આગળ અને પાછળ બંને તરફ LED લાઇટિંગ મળશે. નવી SUVમાં T-આકારની ટેલ લાઇટ્સ છે, જે LED સ્ટ્રીપ સાથે જોડાયેલ છે. હ્યુન્ડાઈનો લોગો પાછળની વિન્ડશિલ્ડનાં તળિયે મૂકવામાં આવ્યો છે.

નવી SUVનાં સ્માર્ટ ફીચર્સ
બોસ પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ સાથેની નવી ટક્સન 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 60થી વધુ કનેક્ટેડ સુવિધાઓ સાથે બ્લુલિંક કનેક્ટેડ-કાર-ટેક, બહુવિધ ભાષા સપોર્ટેડ UI, 64 કલર એમ્બિયન્ટ લાઇટિંગ, એલેક્સા સાથે હોમ-ટુ-હોમ અને Google વૉઇસ સહાયક જેવી સ્માર્ટ સુવિધાઓ, વાયરલેસ ફોન ચાર્જર, એડવાન્સ્ડ ADAS, ચેતવણી સિસ્ટમ, છ એરબેગ્સ, રાઇડિંગ કંટ્રોલ, બ્લાઇન્ડ વ્યૂ મોનિટર, સરાઉન્ડ વ્યૂ, મોનિટર મળશે.

હ્યુન્ડાઇ ટસ્કન કનેક્ટિંગ ટેલ લેમ્પ
હ્યુન્ડાઇ ટસ્કન કનેક્ટિંગ ટેલ લેમ્પ

લેટેસ્ટ ટક્સનનાં સ્પેસિફિકેશન
SUVના એન્જિન સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો આ કાર 2.0L ડીઝલ એન્જિન અને 2.0L નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન સાથે આવશે. ડીઝલ એન્જિન વેરિઅન્ટ 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. તે જ સમયે પેટ્રોલ એન્જિન વેરિઅન્ટમાં માત્ર 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પ ઉપલબ્ધ હશે. હ્યુન્ડાઈ HTRAC ઓલ-વ્હીલ ડ્રો ઈવી સિસ્ટમ સાથે નવી ટક્સન પણ ઓફર કરશે.

હ્યુન્ડાઈ ટક્સન નવી જનરેશનની અંદાજીત કિંમત
કંપનીએ આજે ​​માત્ર ભારતીય બજારમાં જ હ્યુન્ડાઈ ટક્સન નવી જનરેશનની એક ઝલક બહાર પાડી છે. જો કે, હ્યુન્ડાઈએ તેના આ વેરિઅન્ટની કિંમત જાહેર કરી નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ નવી ટક્સનની કિંમત અંદાજે 25 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) હોઈ શકે. તે જ સમયે નવી જનરેશનનાં ટોપ વેરિઅન્ટની કિંમત (એક્સ-શોરૂમ) 30 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે. જો કે, હ્યુન્ડાઈ લોન્ચ દરમિયાન કિંમતો જાહેર કરશે એવી શક્યતાઓ જણાઈ રહી છે.

હાઈટ અડજસ્ટમેન્ટ સાથે હેન્ડ્સ ફ્રી સ્માર્ટ પાવર ટેલ ગેટ
હાઈટ અડજસ્ટમેન્ટ સાથે હેન્ડ્સ ફ્રી સ્માર્ટ પાવર ટેલ ગેટ