એશિયાનો સૌથી લાંબો ટેસ્ટ ટ્રેક શરૂ થયો:NATRAX કંપનીએ વર્લ્ડ ક્લાસ ટેસ્ટિંગ ટ્રેક તૈયાર કર્યો, વાહનો અને તેના પાર્ટ્સમાં ખામી હશે તો ચેક થઈ જશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્દોરના પીથમપુર ખાતે એશિયાના સૌથી લાંબા હાઇ સ્પીડ ટેસ્ટ ટ્રેકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ટ્રેક 11.3 કિમી લાંબો છે. તેમાં NATRAXની સુવિધા આપવામાં આવી છે. NATRAX એ નેશનલ ઓટોમોટિવ ટેસ્ટ ટ્રેક છે. આ વર્લ્ડ ક્લાસ ટેસ્ટિંગ ટ્રેકર હશે, જે વાહનો અને તેના પાર્ટ્સની ખામી ચેક કરશે. તેમાં 14 પ્રકારના ટ્રેક સામેલ છે.

વિશ્વનો પાંચમો સૌથી મોટો ટ્રેક
નવો હાઇ સ્પીડ ટેસ્ટ ટ્રેક ઇંડા આકારનો છે. જે 16 મીટર પહોળો છે અને 4 સ્પેશિયલ લેન બનાવવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે એશિયાનો સૌથી મોટો ટ્રેક છે અને વિશ્વનો પાંચમો સૌથી મોટો ટ્રેક છે. આ ટ્રેકનું ઉદ્ઘાટન હેવી ઇન્ડસ્ટ્રીઝ અને પબ્લિક પ્રાઇઝિસ મંત્રી પ્રકાશ જાવેદકર દ્વારા કરવામાં આવ્યું હતું.

સ્પીડ ચેક કરી શકાશે
નવી ફેસિલિટીથી ભારતમાં વાહનોનું ટેસ્ટિંગ થઈ શકશે. હવે વ્હીકલ્સને વિદેશ મોકલવાની જરૂર નહીં પડે. આ ઉપરાંત, વિદેશથી આવતા વાહનોનું પણ ટેસ્ટિંગ થઈ શકશે. સ્પીડ ચેક કરવા વક્ર પેચને 250 કિમી/કલાકની ન્યુટ્રલ સ્પીડ અને મેક્સિમમ 375 કિમી પ્રતિ કલાકની ઝડપથી બનાવવામાં આવ્યો છે. તેમજ, સીધા રસ્તા પર સ્પીડની મર્યાદા નથી.

ફાસ્ટ સ્પીડ હશે તો પણ ખામી જાણી શકાશે
વાહનનો પર્ફોર્મન્સ ટેસ્ટ કરવા માટે અહીં કોઈ પ્રકારનો ઢાળ આપવામાં નથી આવ્યો. તેનાથી આ ટ્રેક ઓપન લેબોરેટરી બની ગયો છે. આ વળાંક આકારના ટ્રેક પર મેક્સિમમ સ્પીડમાં વાહન ચલાવવાની અને ટેસ્ટ કરવાની તક મળશે. આમાં તમે વ્હીકલનું પર્ફોર્મન્સ, ચલાવવામાં સફળ છે કે નહીં અને સાથે તેનો પાવર જોઈ શકશો.

હાઈ સ્પીડ પર હેન્ડલિંગ કરી શકશો
આ ટ્રેક પર કરવામાં આવતા ટેસ્ટમાં મેક્સિમમ સ્પીડ, એક્સલરેશન, ઓઇલનો વપરાશ, હાઈ સ્પીડ પર હેન્ડલિંગ કરવાનું સામેલ છે. તમામ પ્રકારનાં વાહનો માટે NATRAX હાઇ-સ્પીડ ટેસ્ટ ટ્રેક ખોલવામાં આવ્યો છે. તેમજ, આ જગ્યાએ વાહનનું લોન્ચિંગ, સુપર કાર રેસિંગ અને ડીલર્સના કાર્યક્રમનું પણ આયોજન કરી શકાશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફોક્સવેગન, FCA (સ્ટેલાટિસ), રેનો અને લેમ્બોર્ગિની જેવી કંપનીઓ હેનાટ્રેક્સનો ઉપયોગ કરશે.