• Home
  • Utility
  • Automobile
  • N Line version of Hyundai's third generation i10 introduced, 2 engines to be offered in option

ફ્રેંકફર્ટ મોટર શો / હ્યુન્ડાઈની થર્ડ જનરેશન i10નું N Line વર્ઝન રજૂ થયું, 2 એન્જિન ઓપ્શનમાં આવશે

N Line version of Hyundai's third-generation i10 introduced, 2 engines to be offered in option

Divyabhaskar.com

Sep 12, 2019, 11:14 AM IST

ઓટો ડેસ્કઃ હ્યુન્ડાઈએ તેની નવી સ્પોર્ટી કાર i10 N Line રજૂ કરી દીધી છે. કંપનીએ આ કાર 2019 Frankfurt Motor Showમાં રજૂ કરી હતી. આ નવી કાર થર્ડ જનરેશન i10 (યુરોપિયન મોડલ)નું સ્પોર્ટી વર્ઝન છે. ભારતમાં તાજેતરમાં લોન્ચ થયેલી Grand i10 NIOS જ યુરોપિયન માર્કેટની થર્ડ જનરેશન i10 છે. જો કે, યુરોપ પ્રમાણે તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

હ્યુન્ડાઈ i10 N Lineમાં એન્જિનનાં બે વિકલ્પ છે. એક 1.2 લિટર, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 82 bhp પાવર અને 112 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન ઈન્ટરનેશનલ માર્કેટમાં મળતી i10 અને ભારતમાં આવનારી Grand i10 Niosમાં આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, 1.0 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 99hp પાવર અને 172Nm ટોર્ક જનરેટ કરે છે. ટર્બોચાર્જ્ડ એન્જિનવાળાં મોડલ i10નું અત્યાર સુધીનું આ મોસ્ટ પાવરફુલ વેરિઅન્ટ હશે.

i10 N Lineમાં નવાં બંપર, નવી ડિઝાઇનની ગ્રિલ, 16 ઈંચનાં એલોય વ્હીલ્સ અને એન્ગુલર LED ડેટાઇમ રનિંગ લાઇટ્સ આપવામાં આવી છે, જે તેને i10ની અન્ય રેન્જથી અલગ બનાવે છે. આ ઉપરાંત, સ્પોર્ટી લુકવાળી આ કારમાં રીઅર સ્કિડ પ્લેટ અને ડિફ્યુઝર પણ છે. તેમજ તેનાં સ્ટીયરિંગ વ્હીલ અને ગિયર શિફ્ટ લીવર પર ‘N’ બ્રાન્ડિંગ, મેટલ પેડલ્સ અને અપગ્રેડેડ સીટ્સ મળશે.

હ્યુન્ડાઈ તેની આ સ્પોર્ટી કાર i10 N Lineને આવતા વર્ષે યુરોપમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની ટૂંક સમયમાં ઈન્ડિયન માર્કેટમાં પણ આ કાર લાવવાનો વિચાર કરી રહી છે.

X
N Line version of Hyundai's third-generation i10 introduced, 2 engines to be offered in option
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી