ન્યૂ લોન્ચ:મોટોર્રાડ ઇન્ડિયાની 2021 BMW S 1000 R બાઇક લોન્ચ થઈ, ફક્ત 3 સેકંડમાં 100 કિમીની સ્પીડ પકડી લેશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

BMW મોટોર્રાડ ઈન્ડિયાએ ​​દેશમાં 2021 BMW S 1000 R નેકેડ સ્પોર્ટ્સ બાઇક લોન્ચ કરી દીધી છે. કંપનીનો દાવો છે કે, તે માત્ર 3 સેકન્ડમાં 100 કિમીની સ્પીડ પકડી લેશે. આ બાઇકની ટોપ સ્પીડ કલાક દીઠ 250 કિમીની છે. તેની કિંમત 17 લાખ 90 હજાર એક્સ શો રૂમ રાખવામાં આવી છે. 2021 S1000R બાઇકને ભારતમાં એક કમ્પ્લિટ બિલ્ટ-અપ-યૂનિટ (CBU) તરીકે લોન્ચ કરવામાં આવી છે. તે કંપનીની તમામ BMW મોટર્રાડ ઇન્ડિયા ડીલરશીપ પરથી ખરીદી શકાશે.

2021 S 1000 R બાઇકની કિંમત
S1000R બાઇક ત્રણ ટ્રીમમાં મળશે. તેમાં સ્ટાન્ડર્ડ, પ્રો અને પ્રો M સ્પોર્ટ સામેલ છે. કંપનીએ 2021 BMW S 1000 R બાઇકના બેઝ સ્ટાન્ડર્ડ ટ્રીમની કિંમત 17.90 લાખ રૂપિયા, પ્રો વેરિઅન્ટની કિંમત રૂ. 19.75 લાખ અને પ્રો M સ્પોર્ટની કિંમત 22.50 લાખ રૂપિયા નક્કી કરી છે. આ તમામ કિંમતો એક્સ શો રૂમ છે.

ડુકાટી સાથે બાઇકની ટક્કર
ઇન્ડિયન સ્પેક BMW S 1000 R બાઇક એ એક જ યૂનિટ છે જે દુનિયાભરના બજારોમાં વેચાય છે. ઇન્ડિયન માર્કેટમાં 2021 BMW S 1000 R ડુકાટી સ્ટ્રીટ ફાઇટર V4 નેકેડ સ્પોર્ટ્સ બાઇક (કિંમત 23.19 લાખ રૂપિયા)ને ટક્કર આપશે.

2021 BMW S 1000 Rની ડિઝાઇન અને ફીચર્સ
નવી 2021 BMW S 1000 Rને તેના જૂનાં મોડેલની તુલનામાં એક્સટિરિયરમાં સંપૂર્ણ નવી સ્ટાઇલ આપવામાં આવી છે. બાઇકમાં 6.5 ઇંચની TFT મલ્ટિફંક્શનલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ આપવામાં આવી છે, જેમાં બાઇક ચલાવવા દરમિયાન ફોન કોલ્સ વિશેની માહિતી પ્રાપ્ત થતી રહેશે. LED હેડલાઇટ પણ આપવામાં આવી છે.

કલર ઓપ્શન
2021 BMW S 1000 R કલર ઓપ્શનમાં રેસિંગ રેડ નોન-મેટાલિક મળે છે. બાઇકમાં સ્ટાઇલ સ્પોર્ટ ઓપ્શનને હોકી નહાઇમ સિલ્વર મેટાલિકનો સપોર્ટ મળ્યો છે. તેમાં રિઅર ફ્રેમ સેક્શન અને એન્જિન સાઇડ કવરમાં મેટ કોપ મેટાલિક કમ્પોનન્ટ સાથે ગ્રે એનોડાઇઝ્ડ કમ્પોનન્ટ્સ સામેલ કરવામાં આવ્યું છે. તેનાથી રોડસ્ટરની ટેક્નિકલ હાઇલાઇટ્સ જાણવા મળે છે. તેમાં M મોટરસ્પોર્ટ પેન્ટ ફિનિશ પણ આપવામાં આવ્યું છે, જે સ્ટાઇલ સ્પોર્ટ અને M પેકેજ વિકલ્પોમાં ઉપલબ્ધ છે.

એન્જિન ડિટેલ્સ
2021 BMW S 1000 Rમાં 999CCનું એન્જિન આપવામાં આવ્યું છે. ઇનલાઇન 4-સિલિન્ડર લિક્વિડ-કૂલ્ડ એન્જિન પણ ઉપલબ્ધ છે. આ એન્જિન 11,000rpm પર 165bhpનો મેક્સિમમ પાવર અને 9,250rpm પર 114Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 6-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.

ડ્રાઇવિંગ મોડ
આ બાઇકમાં ચાર રાઇડિંગ મોડ આપવામાં આવ્યા છે. તેમાં Rain (રેન), Road (રોડ), Dynamic (ડાયનેમિક) અને Dynamic Pro (ડાયનેમિક પ્રો) સામેલ છે. આ રાઇડિંગ મોડ્સને એન્જિન (થ્રોટલ), એન્જિન બ્રેક, ટ્રેક્શન કન્ટ્રોલ, ABS અને ABS પ્રો જેવાં પર્ફોર્મન્સ અને સેફ્ટી ફીચર્સ માટે બનાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...