ઓટો ગાઈડ:આ વેક્યૂમ ક્લીનર કારના દરેક ખૂણામાંથી ધૂળ, કચરો અને ગંદકી ખેંચી લેશે, 500 રૂપિયાથી ઓછી કિંમતના વેક્યૂમ ઘરે પણ વાપરી શકશો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્વાભાવિક વાત છે કે, ચોમાસાની સીઝનમાં કાર અંદર અને બહારથી ગંદી થાય. કાર ધોવાથી બહારની સાફ-સફાઈ થઇ જાય છે, પરંતુ અંદરની સફાઈની વાત આવે ત્યારે કામ થોડું અઘરું બની જાય છે. વેક્યૂમ ક્લીનરની મદદથી આરામથી તમે કારને અંદરથી સાફ કરી શકો છો.

માર્કેટમાં કાર વેક્યૂમ મોટી રેન્જમાં અવેલેબલ છે. તેની કિંમત આશરે 300 રૂપિયાથી શરુ થાય છે. સારી ક્વોલિટીના વેક્યૂમ ક્લીનર 500 રૂપિયા સુધીમાં અવેલેબલ છે. અમે તમને 5 બજેટના વેક્યૂમ ક્લીનર વિશે જણાવી રહ્યા છે. જેની કિંમત 500 રૂપિયાથી ઓછી છે.

કાર વેક્યૂમ ક્લીનર શું છે?

કાર વેક્યૂમ ક્લીનર પણ સામાન્ય વેક્યૂમ ક્લીનરની જેમ જ હોય છે. તે ફેન સ્પીડની મદદથી કચરાને અંદર ખેંચે છે. ઘણા વેક્યૂમ તો એટલા પાવરફુલ હોય છે કે, તેઓ લોખંડની ખીલ્લી અને સિક્કા પણ ખેંચી લે છે. વેક્યૂમની મદદથી કારના દરેક ખૂણાની સફાઈ સરળતાથી થાય છે. તે કચરાની સાથે ધૂળ, માટી જે અન્ય કોઈ પાર્ટીકલ્સ ખેંચી લે છે. ઘણા પાર્ટીકલ્સ આપણને નરી આંખે ન દેખાય પણ તે નુકસાન પહોંચાડી શકે છે. કાર વેક્યૂમ ક્લીનરને કારની બેટરીની સાથે વાપરવામાં આવે છે. ઘણાની અંદર રિચાર્જેબલ બેટરી પણ હોય છે.

આવી રીતે વેક્યૂમ ક્લીનરનો ઉપયોગ કરો
કાર વેક્યૂમ ક્લીનરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં તેને કારના ચાર્જિંગ શોકેટમાં લગાવો. તેમાં રિચાર્જેબલ બેટરી ન હોય તો તેને પ્લગમાં લગાવીને વાપરી શકશો. જે વેક્યૂમ ક્લીનરમાં રિચાર્જેબલ બેટરી આપી છે તેને કેબલની સાથે અથવા ફરીથી ચાર્જ કરીને ઉપયોગમાં લઇ શકાશે. ખાસ વાત તો એ છે કે, રિચાર્જેબલ વેક્યૂમ ક્લીનરને તમે કાર ઉપરાંત ઘર, ઓફિસમાં પણ કરી શકો છો.

કાર વેક્યૂમ ક્લીનર્સની કિંમત

મોડલકિંમત
SND વેક્યૂમ ક્લીનર299 રૂપિયા
અર્બનક્યૂબ્સ વેક્યૂમ ક્લીનર320 રૂપિયા
સ્પિરિચ્યુઅલ હાઉસ વેક્યૂમ ક્લીનર449 રૂપિયા
ડ્રેગન વેક્યૂમ ક્લીનર488 રૂપિયા
GNV વેક્યૂમ ક્લીનર499 રૂપિયા

કાર વેક્યૂમના અન્ય ફીચર્સ

  • તેમાં 2થી 4 મીટર લાંબો કેબલ હોય છે, તેનાથી વેક્યૂમ કારની દરેક જગ્યાએ સરળતાથી પહોંચી જાય છે.
  • ક્લીનિંગ માટે ઘણા પ્રકારના નોલેજ, બ્રશ અને પાઈપ પણ મળે છે, તે કચરાને અંદર ખેંચી લે છે.
  • ઘણા વેક્યૂમમાં LED હોય છે, જેનાથી તમે કારના કોઈપણ ભાગનો કચરો જોઈ શકો છો.
અન્ય સમાચારો પણ છે...