ઓટો બાઈંગ ગાઈડ:માર્કેટમાં અવેલેબલ છે આ 5 સૌથી સસ્તી 7 સીટર કાર, લિસ્ટ પરથી નક્કી કરો તમારા માટે કઈ બેસ્ટ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મારુતિ ઈકો 7 લોકો સાથે ટ્રાવેલ કરવા માટે સૌથી સસ્તું વ્હીકલ છે
  • ટ્રાઈબર કિંમત, કમ્ફર્ટ અને ફીચર્સનું યુનિક કોમ્બિનેશન છે

સસ્તી 7 સીટર કારની માગ હજુ પણ યથાવત છે. ગત મહિનાના આંકડા પરથી તે કહી શકાય છે. સૌથી સસ્તી 7 સીટર કાર્સના 5માંથી 2 મોડેલ નવેમ્બર 2020ના 10 બેસ્ટ સેલિંગ કારના લિસ્ટમાં સામેલ છે. જો તમારી ફેમિલી મોટી છે અને તમે એક સસ્તી 7 સીટર કારની શોધમાં છો તો અમે તમારા માટે ભારતીય માર્કેટમાં રહેલી 5 સસ્તી 7 સીટર કારનું લિસ્ટ તૈયાર કર્યું છે.

1. મારુતિ સુઝુકી ઈકો (Maruti Eeco)

આ કાર 7 સીટરની સૌથી સસ્તી કાર છે. જોકે તે મલ્ટિ યુટિલિટી વ્હીકલ છે. તેનું કેબિન મોટું છે, પરંતુ તે વધારે આરામદાયક અને આધુનિક નથી. 1.2 લિટર પેટ્રોલ એન્જિન શહેર માટે પર્યાપ્ત છે પરંતુ ભાર સાથે તે સ્ટ્રેસફુલ લાગે છે ખાસ કરીને ઓપ્શનલ CNG કિટ સાથે.

ઈકો પેટ્રોલઈકો ડીઝલ
એન્જિન1196cc, 4 સિલિન્ડર, પેટ્રોલ1196cc, 4 સિલિન્ડર, CNG
પાવર73 hp63 hp
ટોર્ક98 Nm85Nm
ગિયરબોક્સ5 સ્પીડ મેન્યુઅલ5 સ્પીડ મેન્યુઅલ
માઈલેજ (ARAI)16.11kpl20.88km/kg
કિંમત (એક્સ શૉ રૂમ, દિલ્હી)3.81-4.22 લાખ4.95 લાખ

2. ડેટસન ગો પ્લસ (Datsun Go+)

ડેટસન તેને 7-સીટર કહે છે, પરંતુ સીટોની છેલ્લી લાઈન વયસ્કો અથવા મોટા બાળકો માટે આરામદાયક નથી. તાજેતરના ફેસલિફ્ટે તેને નવો લુક અને વધુ ઈક્વિપમેન્ટ લાવવામાં મદદ કરી, પરંતુ તેની હળવી બિલ્ડ ક્વોલિટીમાં કોઈ ફેરફાર નથી થયો. ડેટસન ગો પ્લસમાં 1.2 લિટર પેટ્રોલ એન્જિનના મેન્યુઅલ અને CVT ગિયરબોક્સ ઓપ્શન મળે છે, તે બંને શહેરી ડ્રાઇવિંગ માટે યોગ્ય છે.

એન્જિન1198cc, 4 સિલિન્ડર, પેટ્રોલ1198cc, 4 સિલિન્ડર, પેટ્રોલ

પાવર

68 hp77 hp
ટોર્ક104 Nm104 Nm
ગિયરબોક્સ5 સ્પીડ મેન્યુઅલCVT
માઈલેજ(ARAI)19.02kpl18.57kpl
કિંમત (એક્સ શૉ રૂમ, દિલ્હી)4.20-6.26 લાખ6.70-6.90 લાખ

3. રેનો ટ્રાઈબર (Renault Triber)

ટ્રાઈબર આ પ્રાઈઝ પોઈન્ટ પર પ્રેક્ટિકાલિટી, કન્ફર્ટ અને ફીચર્સનું એક કોમ્બિનેશન છે. આ પ્રકારે, તે ઘણા સારા મૂલ્યનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રીજી લાઈન પણ ઉપયોગ કરવા માટે યોગ્ય છે, પરંતુ સ્પેસનો ઉપયોગ મોટા પાયે એક્સટેન્ડેડ બૂટ તરીકે કરવામાં આવે છે. 1.0 પેટ્રોલ એન્જિન શહેર માટે પર્યાપ્ત છે, અને તે હાઈવે પર લોડેડ થવા પર સ્ટ્રેસફુલ ફીલ થાય છે. ઓટોમેટિક ગિયરબોક્સ ઓપ્શન પેકેજમાં સુવિધાને જોડે છે. જ્યારે એક ટ્રાઈબર ટર્બો પેટ્રોલ આવી રહી છે, પરંતુ તેના લોન્ચિંગમાં વિલંબ થઈ રહ્યો છે.

ટ્રાઈબર મેન્યુઅલટ્રાઈબર ઓટોમેટિક
એન્જિન999cc, 3 સિલિન્ડર, પેટ્રોલ999cc, 3 સિલિન્ડર, પેટ્રોલ
પાવર72 hp72 hp
ટોર્ક96 Nm96 Nm
ગિયરબોક્સ5 સ્પીડ મેન્યુઅલ5 સ્પીડ મેન્યુઅલ
માઈલેજ (ARAI)19kpl18.27kpl
કિંમત (એક્સ શૉ રૂમ, દિલ્હી)5.12-6.95 લાખ6.30-7.35 લાખ

4. મારુતિ સુઝુકી અર્ટિગા (Maruti Ertiga)

મારુતિની સેકન્ડ જનરેશન MPV શહેરમાં સરળતાથી ઉપયોગ માટે ઓળખવામાં આવે છે, ખાસ કરીને ઓટોમેટિક સ્વરૂપમાં- અને હાઈવે પર પણ. તે ઘણી શાંત પણ છે, ખાસ કરીને તે માઈલ્ડ-હાઈબ્રિડ ટેક્નિકને આભારી છે. મારુતિ અર્ટિગા પ્રેક્ટિકાલિટી અને સ્પેસના કેસમાં હાઈ સ્કોર કરે છે, જો કે આ પ્રાઈસ પોઈન્ટ પર કેટલીક પ્રીમિયમ સુવિધાઓ મળવી જોઈતી હતી.

મેન્યુઅલઓટોમેટિકCNG
એન્જિન1462cc, 4 સિલિન્ડર, માઈલ્ડ હાઈબ્રિડ પેટ્રોલ1462cc, 4 સિલિન્ડર, માઈલ્ડ હાઈબ્રિડ પેટ્રોલ1462cc, 4 સિલિન્ડર, માઈલ્ડ હાઈબ્રિડ CNG
પાવર105 hp105 hp92 hp
ટોર્ક138 Nm138 Nm122 Nm
ગિયરબોક્સ5 સ્પીડ મેન્યુઅલ4 સ્પીડ ટોર્ક કન્વર્ટર5 સ્પીડ મેન્યુઅલ
માઈલેજ (ARAI)19.01kpl17.99kpl26.08km/kg
કિંમત (એક્સ શૉ રૂમ, દિલ્હી)7.59-9.71 લાખ9.36-10.13 લાખ8.95 લાખ

5. મહિન્દ્રા બોલેરો (Mahindra Bolero)

મહિન્દ્રા બોલેરો હજી પણ દર મહિને સૌથી વધુ વેચાણ કરનાર મોડેલોમાંથી એક છે. જો કે, તે ક્રૂડ અને જૂનું મહેસૂસ કરાવે છે, પરંતુ તેની મજબૂતી, અને વિશ્વસનીય પ્રકૃતિ ખરીદારોને આકર્ષિત કરે છે. જો કે સીટોની બીજી અને ત્રીજી લાઈન ટાઈટ છે અને કેબિન આમંત્રિત નથી કરી રહ્યું. SUV 2.5 લિટર ડીઝલ એન્જિનથી સજ્જ છે.

એન્જિન1498cc, 3 સિલિન્ડર, ટર્બો-ડીઝલ
પાવર76 hp
ટોર્ક210 Nm
ગિયરબોક્સ5 સ્પીડ મેન્યુઅલल
માઈલેજ (ARAI)--
કિંમત (એક્સ શૉ રૂમ, દિલ્હી)8.01-9.01 લાખ
અન્ય સમાચારો પણ છે...