EV એક્સપો:બીજા દિવસે 3,800 કરતાં વધુ વિઝિટર્સ આવ્યા, ઇલેક્ટ્રિક કંપનીની ડીલરશિપ લેનારાને સારો ફાયદો મળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રગતિ મેદાન, દિલ્હી ખાતે 11મા ઇલેક્ટ્રિક વ્હીકલ એક્સ્પો 2021નો બીજો દિવસ હતો. આ એક્સ્પોમાં 80 જેટલી કંપનીઓએ ભાગ લીધો છે. પ્રથમ દિવસે 3,800થી વધુ મુલાકાતીઓએ આ એક્સપોમાં હાજરી નોંધાવી હતી. તેમજ, નવી ડીલરશીપ લેનારાઓને આ એક્સપોમાં ઘણો ફાયદો થઈ રહ્યો છે.

ઇલેક્ટ્રિક કંપનીની ડીલરશિપ લેવી હોય તો ગોલ્ડન ચાન્સ
આ એક્સપોમાં જ્યાં એકબાજુ વ્હીકલ કંપનીઓ પોતાના વાહનોના મોડલ ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ જણાવી રહી છે ત્યાં બીજીબાજુ સામાન્ય લોકો વાહનો જોવા માટે ભીડ કરી રહ્યા છે. આ એક્સપો મોટાભાગે એવા લોકો માટે જ છે જે કંપનીની ડીલરશીપ લેવા માગે છે. અમને ટેરા મોટર્સ ઇલેક્ટ્રિક કંપનીના કાઉન્ટર પરથી આ માહિતી મળી.

આ ઉપરાંત, જો તમને રસ હોય, તો તમે એક્સપોમાં હાજર કંપનીના સ્ટોલમાં વાત કરી શકો છો. જેમાં કંપની ડીલરશીપ લેવાના નિયમો અને શરતો સમજાવે છે. જો તમે તેમની શરત પૂરી કરશો તો કંપની ડીલરશીપ આપશે. આ માટે, કંપની તેના વતી ફાઇનાન્સ સર્વિસ આપે છે.

લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા
પ્રથમ દિવસના વિઝિટર્સની વાત કરીએ તો અત્યાર સુધીમાં 3800થી વધુ મુલાકાતીઓ એક્સપોમાં આવ્યા છે. તેમજ, લોકો એક્સપોમાં કોરોના ગાઇડલાઇન્સને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરેલા પણ જોવા મળે છે. જો કે, લોકો સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...