ભાવવધારો:TVS Apache RTR 160 4V અને 200 4V બાઇક્સનું BS6 મોડેલ મોંઘું થયું, હવે પ્રારંભિક કિંમત 1,02,950 રૂપિયા

દિલ્હી3 વર્ષ પહેલા

છેલ્લા ઘણા દિવસોથી દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે તેની અસર તમામ ઓટો મોબાઇલ કંપનીઓ પર પડી છે. આ દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે કંપનીઓ દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે. કંપનીઓ ઘણાંમોડેલ્સ પર ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહી છે જેથી સેલ વધારી શકાય તો વળી કેટલાક મોડેલ્સની કિંમતમાં વધારો કરીને કંપનીઓ નુકસાનની ભરપાઈ કરી રહી છે. પોપ્યુલર બાઇક TVS Apache RTR 160 4V અને અપાચે RTR 400 4Vના BS6 મોડેલની કિંમત કંપનીએ વધારી દીધી છે. RTR 160 4Vના ડ્રમ અને ડિસ્ક બ્રેક વેરિઅન્ટની કિંમતમાં 2,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે આ બંને વેરિઅન્ટ્સની કિંમત અનુક્રમે 1,02,950 રૂપિયા અને 1,06,000 રૂપિયા છે. તેમજ, 200 4Vની કિંમતમાં 2,500 રૂપિયાનો વધારોકરવામાં આવ્યો છે. એટલે હવે તેની કિંમત 1,27,500 રૂપિયા થઈ ગઈ છે.

TVS Apache RTR 160 4vનાં ફીચર્સ
BS4 વર્ઝન કરતાં BS6 એન્જિન સાથે આવનારી TVS Apache RTR 160 બાઇક થોડી વધારે પાવરફુલ છે. બાઇકમાં 159.7cc ટૂ વાલ્વ સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 15.5bhp પાવર અને 13.9Nm ટોર્ક જનરેટ કરે છે. બાઇકમાં 5 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. બાઇકનું BS4 વર્ઝન 14.9bhp પાવર અને 13.03Nm ટોર્ક જનરેટ કરે છે.
Apache RTR 200 4Vનાં ફીચર્સ
2020 TVS Apache RTR 200 4Vમાં BS6 કમ્પ્લાયન્ટ 197.75ccનું સિંગલ સિલિન્ડર ઓઇલ કૂલ્ડ એન્જિન આપવામાંઆવ્યું છે, જે 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. આ એન્જિન 20.5PS પાવર અને 16.80Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક ગ્લાસ બ્લેક અને પર્લ વ્હાઇટ એમ બે કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે.
બંને બાઇક્સ લો સ્પીડ રાઇડિંગ મોડ GTTમાં અવેલેબલ

બંને બાઇક્સમાં નવો લો સ્પીડ રાઇડિંગ મોડ GTT આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે, આ કન્ટ્રોલ્ડ અને સ્મૂધ રાઇડિંગ એક્સપિરિયન્સ આપે છે. TVSની આ બંને બાઇક્સ નવી LED હેડલાઇટ, નવી રીતે ડિઝાઇન કરવામાં આવેલા મિરર્સ અને ફેધર ટચ સ્માર્ટ સાથે આવે છે.