લોન્ચ / ભારતમાં ‘મિની ક્લબમેન’ ઈન્ડિયન સમર એડિશન લોન્ચ થયું, કિંમત ₹44.90 લાખથી શરૂ

'Mini Clubman' Indian Summer Edition launches in India, starting at ₹ 44.90 lakh

  • આ નવા લિમિટેડ એડિશન મોડેલના માત્ર 15 યુનિટ જ ભારતમાં વેચવામાં આવશે
  • 7.2 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડે છે, કારની ટોપ સ્પીડ 228 kmphની છે

Divyabhaskar.com

Feb 14, 2020, 06:44 PM IST

ઓટો ડેસ્ક. BMW ઈન્ડિયા 2020 ‘મિની ક્લબમેન’ સમર એડિશન ભારતમાં લોન્ચ થયું , જેની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત 44.90 લાખ રૂપિયા છે. આ નવા લિમિટેડ એડિશન મોડેલના માત્ર 15 યુનિટ જ ભારતમાં વેચવામાં આવશે. ગ્રાહકો તેનું બુકિંગ 15 ફેબ્રુઆરી 2020થી એમેઝોન પરથી કરી શકે છે. નવી મિની ક્લબમેન સ્પેશિયલ એડિશનની સાથે ન્યૂ ઈન્ડિયન સમર મેટાલિક રેડ શેડ આપવામાં આવ્યો છે. કારમાં LED હેડલાઈટ્સ, ફોગલાઈટ અને ગ્રિલ પર પિઆનો બ્લેક ફિનિશ આપવામાં આવી છે. કારના પાછળના ભાગમાં LED ટેલલાઈટ્સ આપવામાં આવી છે, જે યુનિયન જેક ડિઝાઈનમાં આવે છે.

2020 મિની ક્લબમેન ઈન્ડિયન સમર એડિશનની સાથે ફેમિલિયર ડિઝાઈન આપવામા આવી છે, જેમાં LED રિંગ અને 6.5 ઈંચ કલર સ્ક્રીન ડેશબોર્ડ પર લગાવવામા આવી છે. કારમાં મલ્ટી ફંક્શનલ સ્ટિયરીંગ વ્હીલ આપવામાં આવ્યા છે અને કેબિન માટે પેનોરમિક ગ્લાસ રૂફ આપવામાં આવ્યા છે. મિની ક્લબમેનમાં LED એમ્બિયન્ટ લાઈટિંગ અને પ્રોજેક્શન લેમ્પની સાથે ORVM પર મિની લોગો આપવામાં આવ્યો છે. કારમાં ઈલેક્ટ્રિક તરીકે એડજસ્ટ થતી સ્પોર્ટ્સ સીટ આપવામાં આવી છે.

BMW ઈન્ડિયાની નવી મિની ક્લબમેન ઈન્ડિયન સમર એડિશનની સાથે 2.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 190 bhp પાવર અને 280 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 7-સ્પીડ ક્લચ ટ્રાન્સમિશનથી સજ્જ છે. આ કાર માત્ર 7.2 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડે છે, કારની ટોપ સ્પીડ 228 kmphની છે. ક્લબમેનની સાથે ઘણા ડ્રાઈવિંગ મોડ્સ પણ આપવામાં આવ્યા છે, જેમાં રાઈડ કમ્ફર્ટ, સ્પોર્ટીનેસ અને એફિશિયન્સીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કાર ઘણી એરબેગ્સ, બ્રેક અસિસ્ટ, થ્રી-પોઈન્ટ સીટબેલ્ટ, ડાયનામિક સ્ટેબિલિટી કંટ્રોલ, ABS, કોર્નરિંગ બ્રેક કંટ્રોલ અને રન ફ્લેટ ઈન્ડિકેટરથી સજ્જ છે. નવી ક્લબમેનની સાથે ક્રૂઝ કંટ્રોલ અને રિવર્સ કેમેરા પણ આપવામાં આવ્યા છે.

X
'Mini Clubman' Indian Summer Edition launches in India, starting at ₹ 44.90 lakh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી