મારુતિ સ્વિફ્ટ S-CNG લોન્ચ:મળશે 30.90 કિમી/કિલોની માઇલેજ, કિંમત 7.77 લાખ રૂપિયાથી શરૂ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મારુતિએ પોતાની સૌથી લોકપ્રિય હેચબેક સ્વિફ્ટનું CNG મોડલ લોન્ચ કર્યું છે. કંપનીએ તેનું નામ સ્વિફ્ટ S-CNG રાખ્યું છે. તેને Vxi અને Zxiના બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. સ્વિફ્ટ S-CNGની શરૂઆતી એક્સ શો-રૂમ કિંમત 7.77 લાખ રૂપિયા છે. હવે સ્વિફ્ટ પણ સૌથી વધુ માઇલેજ ધરાવતી કારની યાદીમાં સામેલ થઈ ગઈ છે. મારુતિએ આ વર્ષે વેગેનાર, સેલેરિયો અને ડિઝાયરનાં CNG મોડલ પણ લોન્ચ કર્યા છે. મારુતિ CNG સેગ્મેન્ટની સૌથી મોટી કંપની છે. તેમની પાસે આ સેગ્મેન્ટમાં સૌથી વધુ મોડલ્સ પણ છે.

સ્વિફ્ટ S-CNGનું માઈલેજ
મારુતિ સ્વિફ્ટ S-CNGમાં 1.2લીટર K-સિરીઝનું ડ્યુઅલ જેટ, ડ્યુઅલ VVT એન્જિન આપવામાં આવ્યું છે, જે 77.49ps પાવર અને 98.5nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. કંપનીના દાવા મુજબ તેની માઈલેજ 30.90 km/kg છે.

સ્વિફ્ટ S-CNGનાં ફીચર્સ
આ કારની ડિઝાઈનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વળી, તેનાં ફીચર્સમાં પણ વધુ ફેરફાર કરવામાં આવ્યા નથી. સેફ્ટી માટે તેમાં એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ, EBD, એરબેગ્સ, રિવર્સ પાર્કિંગ સેન્સર, રિયર કેમેરા, હિલ હોલ્ડ આસિસ્ટ અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવાં ફીચર્સ આપવામાં આવ્યા છે. તે તેનાં સેગમેન્ટમાં સૌથી સ્પોર્ટી અને વધુ સ્પેસ ધરાવતી કાર છે. કંપનીએ અત્યાર સુધીમાં 26 લાખથી વધુ યુનિટનું વેચાણ કર્યું છે.

સ્વિફ્ટ S-CNGનાં ડાયમેન્શન અને વેરિઅન્ટ
મારુતિ સ્વિફ્ટ S-CNGને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. તેનાં VXI વેરિઅન્ટની કિંમત 7.77 લાખ રૂપિયા એક્સ શો-રૂમ અને Zxi વેરિઅન્ટની કિંમત 8.45 લાખ રૂપિયા એક્સ શો-રૂમ છે. તેનાં ડાયમેન્શનની વાત કરીએ તો તેની લંબાઈ 3845mm, ઊંચાઈ 1530mm, પહોળાઈ 1735mm અને વ્હીલબેઝ 2450mm છે.