અપકમિંગ:MG જાન્યુઆરી 2021માં 7 સીટર હેક્ટર લોન્ચ કરશે, પ્રારંભિક કિંમત 12.83 લાખ રૂપિયા હશે

2 વર્ષ પહેલા
  • અત્યારે હેક્ટર 5 સીટર અને હેક્ટર પ્લસ 6 સીટર વેરિઅન્ટમાં આવે છે
  • હેક્ટરની પ્રારંભિક કિંમત 12.84 લાખ રૂપિયા છે

બ્રિટિશ કાર કંપની MG મોટર્સ હવે 7 સીટર હેક્ટર પ્લસને ઇન્ડિયન ઓટો માર્કેટમાં લાવવાની તૈયારી કરી ચૂકી છે. કંપનીએ આપેલી માહિતી પ્રમાણે, આ કાર જાન્યુઆરી 2021માં રજૂ કરવામાં આવશે. અત્યારે હેક્ટર 5 સીટર અને હેક્ટર પ્લસ 6 સીટર વેરિઅન્ટમાં આવે છે. હેક્ટરની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 12,83,800 રૂપિયા છે. આ પેટ્રોલ, હાઇબ્રિડ પેટ્રોલ અને ડીઝલ એન્જિન વેરિઅન્ટમાં આવે છે.

હેક્ટર પ્લસ 7 સીટરનું એન્જિન
એવું માનવામાં આવી રહ્યું છે કે, આ કારમાં 2.0 લિટરનું 4 સિલિન્ડર ડીઝલ એન્જિન મળી શકે છે. આ એન્જિન 170PSનો મેક્સિમમ પાવર અને 350Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવી શકે છે. આ એન્જિનનો ઉપયોગ હેક્ટરના ડીઝલ વેરિઅન્ટમાં કરવામાં આવ્યો છે.

હેક્ટરના પેટ્રોલ એન્જિનની વાત કરીએ તો તેમાં 1.5 લિટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 141Hp પાવર અને 250Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન DCT ટ્રાન્સમિશનથી સજ્જ છે. તેમજ, પેટ્રોલનો બીજો ઓપ્શન 1.5-લિટર પેટ્રોલ હાઇબ્રિડ એન્જિન છે, જે 141Hp પાવર અને 250Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6MT ટ્રાન્સમિશનથી સજ્જ છે.

હેક્ટર પ્લસ 7 સીટરનાં ફીચર્સ

  • MG હેક્ટર પ્લસ 7 સીટરમાં પણ 6 સીટર જેવાં ફીચર્સ મળી શકે છે. તેમાં 10.4 ઇંચની સ્ક્રીન સાઇઝની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. તેમાં આઇ-સ્માર્ટ ટેકનોલોજીથી સજ્જ 55 કનેક્ટેડ ફિચર્સ છે. કારમાં 8 એમ્બિયન્ટ લાઇટિંગ, લેધર રેપ્ડ સ્ટિયરિંગ વ્હીલ, ઇન્ફિનિટી સાઉન્ડ સિસ્ટમ, પેનોરમિક સનરૂફ અને પાવર ડ્રાઇવર સીટ મળશે. તેમાં 6 એરબેગ્સ, એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ, EBD, 360 ડિગ્રી કેમેરા જેવાં એડવાન્સ્ડ ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે.
  • ચર્ચા એવી થઈ રહી છે કે, તેની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 15 લાખ રૂપિયા હોઈ શકે છે. હેક્ટરની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત રૂ. 12.84 લાખ રૂપિયા છે અને હેક્ટર પ્લસની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત રૂ. 13.48 લાખ રૂપિયા છે. 7 સીટર હેક્ટર પ્લસ ઇન્ડિયન માર્કેટમાં ટાટા હેરિયર, જીપ કંપાસ, મહિન્દ્રા XUV 500 અને હ્યુન્ડાઇ ક્રેટાને ટક્કર આપશે.
અન્ય સમાચારો પણ છે...