MG મોટર્સે ગ્રાહકો માટે સ્પેશિયલ કાર ડિલિવરી પ્રોગ્રામ શરૂ કર્યો, હવે ગ્રાહકોને ઘરે ડિલિવરી મળશે

MG Motors Launched Special Car Delivery Program For Customers
X
MG Motors Launched Special Car Delivery Program For Customers

દિવ્ય ભાસ્કર

Mar 22, 2020, 01:05 PM IST

ઓટો ડેસ્કઃ વિશ્વવભરમાં અત્યારે કોરોના વાઇરસનો ભય ફેલાયેલો છે. આ વાઇરસના પ્રકોપથી વિશ્વભરના ઉદ્યોગો પર ખૂબ જ ખરાબ અસર પડી છે. જેમાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી પણ બાકાત નથી. ઘણી જગ્યાએ કંપનીઓએ તેમના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બંધ કરવા પડ્યા છે. આવી સ્થિતિમાં, MG મોટર્સ તેના ગ્રાહકો માટે સ્પેશિયલ કાર ડિલિવરી લઇને આવી છે.

કોરોના વાઇરસના આઉટબ્રેક વચ્ચે ડીલરશિપ વિઝિટ કરવી જોખમી સાબિત થઈ શકે છે. એવામાં કંપનીએ ગ્રાહકો માટે સ્પેશિયલ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. જે અંતર્ગત ગ્રાહકોને તેમની કારની ડિલિવરી તેમના ઘરે કરી આપવામાં આવશે.

ગાડીઓને સેનિટાઇઝ કરીને ડિલિવર કરવામાં આવશે

કંપની MG હેક્ટર અને MG ZS EV ગાડીઓને સેનિટાઇઝ કરીને ગ્રાહકોના ઘર સુધી પહોંચાડવામાં આવશે. ગાડીઓની સીટ અને સ્ટિયરિંગને સંપૂર્ણ રીતે કવર કરવામાં આવશે. ડિલિવરી વખતે કંપનીના ડિલિવરી એક્ઝિક્યૂટિવ હાઇજીન ગાઇડલાઇન્સને સારી રીતે ચકાસશે.

હેક્ટર અને ZS EVની ડિલિવરી થશે

MG મોટર્સે ઇન્ડિયન માર્કેટમાં હજી બે કાર લોન્ચ કરી છે. તેથી, આ બંને ગાડીઓની ડિલિવરી ડાયરેક્ટ ગ્રાહકોના ઘરે કરવામાં આવશે. MG હેક્ટર કંપનીની પહેલી કાર હતી. તેમજ, MG ZS EV કાર કંપનીએ થોડા સમય પહેલાં જ લોન્ચ કરી છે. ZS EV કાર હ્યુન્ડાઇ ક્રેટાની જેમ જ કોમ્પેક્ટ એસયુવી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી