અપકમિંગ / એમજી મોટર્સ ઇલેક્ટ્રિક SUV ZS લાવી રહી છે, સિંગલ ચાર્જમાં 335 કિમી ચાલશે

MG Motors is bringing an electric SUV ZS, running 335km in a single charge

Divyabhaskar.com

Nov 06, 2019, 11:09 AM IST

ઓટો ડેસ્કઃ બ્રિટનની ઓટોમોબાઇલ કંપની એમજી મોટર્સે તાજેતરમાં જ એમજી હેક્ટર લોન્ચ કરીને ઇન્ડિયન માર્કેટમાં એન્ટ્રી કરી છે. હવે કંપની માર્કેટમાં બીજી કાર તરીકે તેની નવી ઇલેક્ટ્રિક SUV MG ZS લોન્ચ કરવા જઈ રહી છે. કંપની આ ઇલેક્ટ્રિક SUVને આ વર્ષના અંત સુધીમાં રજૂ કરશે અને આવતા મહિનાથી તેનું બુકિંગ શરૂ પણ થઈ જશે.

ગ્લોબલ માર્કેટમાં આ SUV પહેલેથી ફરે છે. શરૂઆતના સમયમાં કંપની 250 યૂનિટ્સ ચીનમાંથી આયાત કરશે અને પછી તેની કિંમત ઘટાડવા કંપની કમ્પ્લિટલી નોક્ડ ડાઉન (CKD) યૂનિટ્સના માધ્યમથી ભારત લાવશે. આ SUVનું ટ્રાયલ ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યું છે.

જો કે, હજી આ કારની કિંમત જાહેર કરવામાં નથી આવી. પરંતુ જાણકારોનું માનવું છે કે કંપની આ કાર 20થી 22 લાખ રૂપિયાની કિંમતે લોન્ચ કરી શકે છે. લોન્ચિંગ સમયે આ કારને સૌપ્રથમ દેશનાં 5 શહેરોમાં લોન્ચ કરવામાં આવશે, જેમાં દિલ્હી, બૈદરાબાદ, બેંગલુરુ, મુંબઈ અને અમદાવાદ સામેલ છે.

ઇન્ડિયન માર્કેટમાં આવનારી નવી MG ZSમાં કંપની 150hp પાવરની ઇલેક્ટ્રિક મોટર અને 44.5kWH પાવરની લિથિયમ-આયન બેટરીનો પ્રયોગ કરી શકે છે. કંપનીનો દાવો છે કે આ SUV સિંગલ ચાર્જમાં 335 કિમી સુધીનું અંતર કાપી શકશે. આ ઉપરાંત, આ કારને 7kW AC ચાર્જરથી ચાર્જ કરવામાં 7 કલાક લાગશે અને 50kW ફાસ્ટ ચાર્જરથી 40 મિનિટ્સ લાગશે. આ કાર ઇન્ડિયન માર્કેટમાં હ્યુન્ડાઇ કોનાને ટક્કર આપશે.

X
MG Motors is bringing an electric SUV ZS, running 335km in a single charge
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી