ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે વધુ સારું:MG મોટર, કેસ્ટ્રોલ કરશે જિયો-બીપી સાથે ભાગીદારી, ઈવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં વધુને વધુ લોકો ઇલેક્ટ્રિક વાહનો (EV) અપનાવે, તે માટે વધુ સારું ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને MG મોટર ઈન્ડિયા અને કેસ્ટ્રોલ ઇન્ડિયા જિયો-બીપી સાથે ભાગીદારી કરવા જઈ રહ્યા છે. આ ભાગીદારી હેઠળ તે ફોર વ્હીલર્સ માટે EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે. દેશભરમાં EV ગ્રાહકોને સેવા આપવા માટે કેસ્ટ્રોલના હાલના ઓટો સર્વિસ નેટવર્કને પણ વિસ્તૃત કરવામાં આવશે. આ જિયો-બીપી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બ્રિટિશ પેટ્રોલિયમનું સંયુક્ત સાહસ છે. જિયો-બીપીએ જણાવ્યું હતું કે, તે એક ઈકોસિસ્ટમ બનાવી રહ્યું છે જેનો લાભ EV વેલ્યુ ચેઇનના તમામ સ્ટેકહોલ્ડર્સને મળશે. જિયો-બીપીએ ગયા વર્ષે ભારતના બે સૌથી મોટા EV ચાર્જિંગ હબ પણ લોન્ચ કર્યા હતા. તેનો ઇલેક્ટ્રિક મોબિલિટી બિઝનેસ જિયો-બીપી પલ્સ બ્રાન્ડ હેઠળ ચાલે છે. ગ્રાહકોને જિયો-બીપી પલ્સ મોબાઇલ એપથી ચાર્જિંગ સ્ટેશન મળી શકે છે.

EV ફ્રેન્ડલી રસ્તાઓ બનશે
જૉઈન્ટ પ્રેસ રિલીઝમાં એવું કહેવામાં આવ્યું છે કે, વ્યૂહાત્મક ભાગીદારીનો હેતુ દેશમાં મજબૂત EV ચાર્જિંગ અને સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરીને ઇન્ટરસીટી અને સીટીની અંદર મુસાફરી માટે EV ફ્રેન્ડલી રસ્તાઓ બનાવવાનો છે. EV ગ્રાહકો જિયો-બીપી પલ્સ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને નજીકના ચાર્જિંગ સ્ટેશનો શોધી શકશે અને સરળતાથી તેમના EVને ચાર્જ કરી શકશે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

ઇલેક્ટ્રિક કારોની સર્વિસ કરશે કેસ્ટ્રોલ
કેસ્ટ્રોલ આ ભાગીદારી હેઠળ ઑટો સર્વિસ નેટવર્કને વિસ્તૃત કરવા માંગે છે. તે ઇલેક્ટ્રિક કારની સર્વિસ પણ શરૂ કરવા માગે છે. આ સર્વિસ આખા ભારતમાં જિયો-બીપી મોબિલિટી સ્ટેશનો પર તેમજ પસંદગીના કેસ્ટ્રોલ ઓટો સર્વિસ વર્કશોપમાં ઉપલબ્ધ થશે. આ પહેલાં એપ્રિલમાં TVS મોટર કંપનીએ પણ જિયો-બીપી સાથે ભાગીદારી કરીને ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સ માટે પબ્લિક EV ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું હતું.