• Home
  • Utility
  • Automobile
  • MG Hector Re Booking Launches From October, this first Internet Connected SUV comes with 3 Engine

બુકિંગ / ઓક્ટોબરથી MG Hectorનું રિ-બુકિંગ શરૂ થઈ રહ્યું છે, આ પહેલી ઈન્ટરનેટ કનેક્ટેડ એસયુવી 3 એન્જિન સાથે આવે છે

MG Hector Re-Booking Launches From October, this first Internet Connected SUV comes with 3 Engine

Divyabhaskar.com

Sep 09, 2019, 05:19 PM IST

ઓટો ડેસ્કઃ MGની પહેલી કાર MG Hectorને ભારતમાં બહુ સારો રિસ્પોન્સ મળ્યો હતો. બુકિંગ એટલું વધી ગયું હતું કે કંપનીએ નવું બુકિંગ લેવાનું થોડા મહિના પહેલા બંધ કરી દીધું હતું. અત્યાર સુધી કંપનીને આ કારનું 28,000થી વધુ બુકિંગ મળી ચૂક્યું છે. હવે કંપનીએ આ ફેસ્ટિવ સિઝનમાં ફરી એકવાર MG Hectorનાં બુકિંગ્સ લેવાનો નિર્ણય કર્યો છે. એટલે કે, જો તમે આ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે આવતા મહિને જ કારનું બુકિંગ કરાવી શકશો.

જૂનમાં લોન્ચ થઈ હતી
હેક્ટર ઈન્ડિયન માર્કેટમાં MG મોટરની પહેલી કાર છે. તેને 27 જૂનના રોજ લોન્ચ કરવામાં આવી હતી. આ કારની કિંમત 12.18 લાખથી 16.88 લાખ રૂપિયા વચ્ચે છે. હેક્ટર 5 સીટર એસયુવી છે. આ 4 વેરિઅન્ટ - સ્ટાઇલ, સુપર, સ્માર્ટ અને શાર્પમાં આવે છે. હેક્ટર તેનાં સેગમેન્ટની પહેલી ઈન્ટરનેટ કનેક્ટેડ એસયુવી છે. માર્કેટમાં આ કારની સ્પર્ધા ટાટા હેરિયર, જીપ કંપાસ, હ્યુન્ડાઈ ક્રેટા અને કિઆ મોટર્સ સાથે છે.

ત્રણ એન્જિન ઓપ્શન
MG હેક્ટરમાં એન્જિનના ત્રણ વિકલ્પો છે. તેમાં પેટ્રોલ, પેટ્રોલ હાઇબ્રિડ અને ડીઝલ એન્જિન સામેલ છે. તેનું 1.5 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન 143hp પાવર અને 250Nm ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ એન્જિન 2.0 લિટરનું છે, જે 170hp પાવર અને 350Nm ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિનમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છે. પેટ્રોલ એન્જિનનું 48V માઇલ્ડ હાઇબ્રિડ વેરિઅન્ટ પણ ઉપલબ્ધ છે. હાઇબ્રિડ વેરિઅન્ટમાં માત્ર 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સનો ઓપ્શન આપવામાં આવ્યો છે.

સેફ્ટી ફીચર્સ
હેક્ટર એસયુવીમાં ડ્યુઅલ ફ્રંટ એરબેગ્સ, EBD સાથે ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ), ટ્રેક્શન કન્ટ્રોલ, રીઅર પાર્કિંગ સેન્સર્સ અને ચારેય વ્હીલ્સમાં ડિસ્ક બ્રેક જેવાં ફીચર્સ સ્ટાન્ડર્ડ એટલે કે તમામ વેરિઅન્ટ્સમાં આપવામાં આવ્યાં છે. સ્માર્ટ વેરિઅન્ટમાં 4 એરબેગ્સ અને શાર્પમાં 6 એરબેગ્સ આપવામાં આવી છે.

X
MG Hector Re-Booking Launches From October, this first Internet Connected SUV comes with 3 Engine
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી