ન્યૂ લોન્ચ:MG હેક્ટર ડ્યુઅલ ટોન કલર વેરિઅન્ટમાં લોન્ચ થઈ, સ્ટાન્ડર્ડ મોડેલ કરતાં કિંમત ₹20 હજાર વધારે રાખવામાં આવી

દિલ્હીએક વર્ષ પહેલા
  • આ વેરિઅન્ટમાં કોન્ટ્રાસ્ટ કલર્ડ રૂફ અને વિંગ્સ મિરર પર ડ્યુઅલ ટોન કલર આપવામાં આવ્યો છે
  • રેગ્યુલર મોડેલ કરતાં આ કારમાં સ્ટાઇલિશ ડાયમંડ કટ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે

MG ઇન્ડિયાએ તેની SUV હેક્ટરને ડ્યુઅલ-ટોન કલર વેરિઅન્ટમાં લોન્ચ કરી છે. તે તેના સામાન્ય વેરિઅન્ટ કરતાં વધારે અટ્રેક્ટિવ જોવા મળી રહી છે. જો કે, કંપનીએ હજી તેના તમામ વેરિઅન્ટની કિંમત વિશે માહિતી આપી નથી. ગ્રાહકો આ વેરિઅન્ટને ઓનલાઇન અને ઓફલાઇન બુક કરી શકે છે. ચાલો જાણીએ નોર્મલ વેરિઅન્ટ કરતાં આ વેરિઅન્ટ કેટલું અલગ છે અને તેની કિંમત કેટલી છે.

હેક્ટર ડ્યુઅલ-ટોનમાં નવા ચેન્જિસ

  • આ વેરિઅન્ટમાં કોન્ટ્રાસ્ટ કલર્ડ રૂફ અને વિંગ્સ મિરર પર ડ્યુઅલ-ટોન કલર આપવામાં આવ્યો છે. રૂફને બ્લેક અને બોડીને કેન્ડ વ્હાઇટ રાખવામાં આવી છે તેમજ, બોડીના કેટલાક પાર્ટ્સને પણ બ્લેક કલર કરવામાં આવ્યો છે. આ સિવાય બીજો ઓપ્શન ગ્લેઝ રેઝ કલરનો છે.
  • રેગ્યુલર મોડેલ કરતાં તેમાં સ્ટાઇલિશ ડાયમંડ કટ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે. તેમજ, તેનાં એક્સટિરિયરમાં ક્રોમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, કેબિનની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.
  • હેક્ટર ભારતમાં વેચાતી પ્રીમિયમ SUV ગણાય છે. તેમાં 10.4 ઇંચ ટચસ્ક્રીન સાથે MG આઇ-સ્માર્ટ કનેક્ટ કાર ટેક, LED હેડલાઇટ્સ, ઓટો હેડલેમ્પ્સ અને વાઇપર્સ, પાવર ફ્રંટ સીટ્સ, 360 ડિગ્રી કેમેરા, પેનોરમિક સનરૂફ, ABS, EBD, 6 એરબેગ્સ, ટ્રેક્શન કંટ્રોલ, હિલ હોલ્ડ આસિસ્ટ અને બ્રેક આપવામાં આવી છે.

એન્જિન ડિટેલ્સ
આ વેરિઅન્ટ ત્રણ એન્જિન વેરિઅન્ટ્સ અને ગિયરબોક્સ કોમ્બિનેશનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં 1.5 લિટરનું ટર્બો-પેટ્રોલ એન્જિન 6 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક, 1.5 લિટર ટર્બો-પેટ્રોલ હાઇબ્રિડ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ અને 2.0 લિટરનું ડીઝલ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ એન્જિનમાં ખરીદી શકાશે.

ડ્યુઅલ-ટોનની કિંમત
હેક્ટરના સ્ટાન્ડર્ડ શાર્પ મોડેલ કરતાં ડ્યુઅલ ટોનવાળી હેક્ટરની કિંમત 20 હજાર રૂપિયા વધુ છે. ડ્યુઅલ-ટોન મોડેલની પ્રારંભિક કિંમત 16.84 લાખ રૂપિયા છે, જે હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન અને મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. પેટ્રોલ એન્જિન-DCT ગિયરબોક્સ વેરિઅન્ટની કિંમત 17.76 લાખ રૂપિયા છે, જ્યારે ડીઝલ એન્જિનવાળા ડ્યુઅલ-ટોન મોડેલની કિંમત 18.09 લાખ રૂપિયા છે.

આ ગાડીઓ સાથે ટક્કર થશે
​​​​​​​એમજી હેક્ટર મિડ સાઇઝ SUV સેગમેન્ટમાં ખૂબ જ લોકપ્રિય છે. ઇન્ડિયન ઓટો માર્કેટમાં તે હ્યુન્ડાઇ ક્રેટા, કિયા સેલ્ટોસ, નિસાન કિક્સ અને ટાટા હેરિયર સાથે સ્પર્ધા કરશે. આ તમામ મિડ સાઇઝ SUV ડ્યુઅલ-ટોન કલરમાં ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...