તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવવધારો:MG Gosterની કિંમતમાં 80,000 રૂપિયાનો વધારો કરાયો, હવે બેઝ વેરિઅન્ટ ખરીદવા ₹28.98 લાખ ચૂકવવા પડશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

MG મોટર ઇન્ડિયાએ વર્ષ 2020ના ઓક્ટોબર મહિનામાં લોન્ચિંગ પછી ત્રીજીવાર MG ગ્લોસ્ટર SUVના ભાવ વધારી દીધા છે. કંપનીએ આ કારની કિંમતમાં હવે 80,000 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. ચીનની ઓથોરાઇઝ્ડ બ્રિટિશ ઓટોમોબાઇલ કંપની MGએ કાચા માલના ભાવમાં વધારો થવાને કારણે ગ્લોસ્ટરની કિંમત વધારી હોવાનું કારણ જણાવ્યું છે. ભાવવધારા બાદ હવે MG ગ્લોસ્ટર SUVની ઇન્ડિયન માર્કેટમાં એક્સ શો રૂમ કિંમત 28.98 લાખ રૂપિયા થઈ ગઈ છે, જે તેના ટોપ-એન્ડ વેરિઅન્ટ્સ પર 36.88 લાખ રૂપિયા સુધી જાય છે.

કાચા માલના ભાવમાં વધારો થવાને કારણે ગ્લોસ્ટરની કિંમત વધી
કાચા માલના ભાવમાં વધારો થવાને કારણે ગ્લોસ્ટરની કિંમત વધી

નવી કિંમત

વેરિઅન્ટજૂની કિંમતનવી કિંમતતફાવત
MG Gloster Super 7-સીટર29.98 લાખ રૂપિયા29.98 લાખ રૂપિયા-
MG Gloster Smart 7-સીટર31.48 લાખ રૂપિયા31.98 લાખ રૂપિયા50,000 રૂપિયા
MG Gloster Sharp 7-સીટર34.68 લાખ રૂપિયા35.38 લાખ રૂપિયા70,000 રૂપિયા
MG Gloster Sharp 6-સીટર34.68 લાખ રૂપિયા35.38 લાખ રૂપિયા70,000 રૂપિયા
MG Gloster Savvy 6-સીટર36.08 લાખ રૂપિયા36.88 લાખ રૂપિયા80,000 રૂપિયા

એન્જિન ડિટેલ્સ
MG Glosterમાં પાવર માટે 2 લિટરનું 4 સિલિન્ડરવાળું ટ્વીન ટર્બો ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 215 PS મેક્સિમમ પાવર અને 480 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ છે.

કાર 70થી વધુ કાર કનેક્ટેડ ફીચર્સથી સજ્જ
કાર 70થી વધુ કાર કનેક્ટેડ ફીચર્સથી સજ્જ

ફીચર્સ
MG ગ્લોસ્ટરમાં 12.3 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જેમાં 70થી વધુ કાર કનેક્ટેડ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ કારમાં 12 સ્પીકર સિસ્ટમ, વાયરલેસ ચાર્જિંગ, 64 એમ્બિયન્ટ લાઇટિંગ, પેનોરમિક સનરૂફ, 8 ઇંચની ડિગી એનાલોગ ડ્રાઈવર ડિસ્પ્લે અને મીડલ કેપ્ટન સીટ આપવામાં આવી છે. આ પ્રીમિયમ SUVમાં ઘણાં ફર્સ્ટ-ઇન-સેગમેન્ટ ફીચર્સ આપવામાં આવ્યાં છે. તેમાં એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમ (ADAS), એડપ્ટિવ ક્રુઝ કંટ્રોલ (ACC), બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શન (BSD), લેન ડિપાર્ચર વોર્નિંગ (LDW), ઓટોમેટિક ઇમર્જન્સી બ્રેકિંગ (AEB) અને ફોરવર્ડ કોલિજન વોર્નિંગ (FCW) જેવાં ઓટોમેટિક પાર્કિંગ આસિસ્ટન્ટ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.