ન્યૂ લોન્ચ:આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને એડવાન્સ ફીચર્સથી સજ્જ 'MG એસ્ટર SUV' લોન્ચ થઈ, કિંમત 9.78 લાખ રૂપિયા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારના કેબિનમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો સપોર્ટ કરે છે
  • સેફ્ટી માટે SUVમાં 6 એરબેગ, ટેક્શન કન્ટ્રોલ, હિલ ડિસન્ટ કન્ટ્રોલ અને 4 ડિસ્ક બ્રેક મળે છે

MG મોટર ઈન્ડિયાએ ભારતમાં નવી એસ્ટર કોમ્પેક્ટ SUV લોન્ચ કરી છે. દેશમાં આ MGની પાંચમી કાર છે. SUVની પ્રારંભિક કિંમત 9.78 લાખ રૂપિયા છે. કંપનીના શાર્પ ટ્રિપ વેરિઅન્ટની કિંમત 16.78 લાખ રૂપિયા છે. તેનું બુકિંગ 21 ઓક્ટોબરથી શરૂ થશે. નવી MG એસ્ટર AI બેઝ્ડ અસિસ્ટન્ટ ટેક્નોલોજીથી સજ્જ પ્રથમ મોડેલ છે. કારના ગ્લેઝ રેડ, સ્પાઈડ ઓરેન્જ, અરોરા સિલ્વર, સ્ટારી બ્લેક અને કેન્ડી વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

360 ડિગ્રી વ્યૂ કેમેરા
કારના કેબિનમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો સાથે 10.1 ઈન્ફોટેન્મેન્ટ સ્ક્રીન, 7 ઈંચ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ક્રોમ ઈન્સર્ટ સાથે મલ્ટિ ફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ, પાવર એડ્જસ્ટેબલ ફ્રન્ટ સીટ, ઓટો ક્લાઈમેટ કન્ટ્રોલ અને 360 ડિગ્રી કેમેરા વ્યૂ મળે છે.

કાર ડ્રાઈવર અસિસ્ટન્ટ સિસ્ટમમાં કેમેરા અને રડાર સિસ્ટમ મળે છે. તેની મદદથી ઓટોમેટિક ઈમર્જન્સી બ્રેકિંગ, અડેપ્ટિવ ક્રુઝ કન્ટ્રોલ, લેન ડિપાર્ચર વૉર્નિંગ ફીચર મળે છે.

સેફ્ટી માટે SUVમાં 6 એરબેગ, ટેક્શન કન્ટ્રોલ, હિલ ડિસન્ટ કન્ટ્રોલ અને 4 ડિસ્ક બ્રેક મળે છે. ઈલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, ટાયર પ્રેશર મોનિટર સહિતનાં ફંક્શન મળે છે. ડ્રાઈવિંગ માટે તેમાં નોર્મલ, અર્બન અને ડાયનેમિક મોડ મળે છે. આ વર્ષે એસ્ટરના 5000 યુનિટની ડિલિવરી કરવામાં આવશે.

2 એન્જિન ઓપ્શન
એસ્ટર SUVમાં 2 એન્જિન ઓપ્શન મળે છે. પ્રથમ 1.4 લિટર, 4 સિલિન્ડ ટર્બો પેટ્રોલ એન્જિન છે. તે 5600 Rpm પર 138 Bhp અને 3600 Rpm પર 220 Nmનં ટોર્ક જનરેટ કરે છે. તેને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે કનેક્ટ કરાયું છે. બીજા ઓપ્શનમાં 1.5 લિટર, 4 સિલિન્ડર પેટ્રોલ છે. તે મેન્યુઅલ ગિયરબોક્સ સાથે 8 સ્ટેપ CVT ગિયરબોક્સ સાથે આવે છે. આ Rpm પર 108 Bhp અને 4400 Rpm પર 144 Nmનું ટોર્ક જનરેટ કરે છે.

એસ્ટર SUVની ટક્કર મહિન્દ્રા XUV700 સાથે
કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં MG એસ્ટર કારની ટક્કર હ્યુન્ડાઈ ક્રેટા (10.16 લાખ રૂપિયા), કિયા સેલ્ટોસ (9.95 લાખ રૂપિયા), ફોક્સવેગન ટાઈગુન (10.49 લાખ રૂપિયા), સ્કોડા કુશાક (14.20 લાખ રૂપિયા), નિસાન ફિક્સ (9.49 લાખ રૂપિયા), રેનો ડસ્ટર (9.86 લાખ રૂપિયા) અને મારુતિ સુજુકી S ક્રોસ (8.59 લાખ રૂપિયા)થી થશે. કિંમત પ્રમાણે તેની ટક્કર મહિન્દ્રા XUV700 (12.49 લાખ રૂપિયા), MG હેક્ટર (13.50 લાખ રૂપિયા) અને ટાટા સફારી (14.99 લાખ રૂપિયા) સાથે છે.