ન્યૂ લોન્ચ:4 અને 5 સીટર ઓપ્શનમાં Mercedes-Maybach GLS 600 લક્ઝરી કાર લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત 2.43 કરોડ રૂપિયા

એક વર્ષ પહેલા

જર્મન ઓટોમોબાઇલ કંપની મર્સિડીઝ બેન્ઝે ઇન્ડિયન માર્કેટમાં તેની અલ્ટ્રા લક્ઝરી SUV મર્સિડીઝ-મેબેક GLS 600 4MATIC (Mercedes-Maybach GLS 600 4MATIC) લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ કારની પ્રારંભિક કિંમત 2.43 કરોડ રૂપિયા રાખી છે. મેબેક GLS 600 4મેટિક કંપનીની અલ્ટ્રા-પ્રીમિયમ મર્સિડીઝ-મેબેક રેન્જમાં ફર્સ્ટ SUV છે. મર્સિડીઝ મેબેક S-Class ઇન્ડિયન માર્કેટમાં રજૂ થનારું બીજું મેબેક મોડેલ છે.

SUVમાં MBUX સિસ્ટમથી સજ્જ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
SUVમાં MBUX સિસ્ટમથી સજ્જ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ

Mercedes-Maybach GLS 600 4MATICનાં ફીચર્સ

  • GLS 600માં V8 3982ccનું એન્જિન આપવામાં આવ્યું છે, જે 9-સ્પીડ ટ્રાન્સમિશન સાથે 542 bhp પાવર અને 730 Nm ટોર્ક જનરેટ કરે છે.
  • બીજી MayBachની જેમ જ આ કારમાં પણ ક્લાસી લુક માટે ક્રોમ રેડિયેટર ગ્રિલ અને બંપર માટે ટૂ એન્ડ ક્રોમ ગ્રિલ વગેરે જેવાં પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યાં છે.
  • આ સુપર પ્રીમિયમ લક્ઝરી SUV ઇલેક્ટ્રોનિક પેનોરમિક સ્લાઇડિંગ અથવા ટિન્ટેડ સનરૂફ સાથે આવે છે. તેના ઇન્ટિરિયરને લાકડીથી સજાવવામાં આવ્યું છે, જેનાથી ગાડીની સેન્ટર પેનલ અને સ્ટિયરિંગને પ્રીમિયમ ટચ આપવામાં આવ્યો છે.
  • વેન્ટિલેટેડ મસાજિંગ સીટ્સ સાથે SUVમાં MBUX સિસ્ટમથી સજ્જ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જે તમારા ટ્રાવેલિંગને કમ્ફર્ટેબલ બનાવે છે.
  • કારમાં 12.3 ઇંચની મોટી ડિસ્પ્લે અને એમ્બિઅન્ટ લાઇટિંગ સિસ્ટમ જેવાં પ્રીમિમય ફીચર્સ આપવામાં આવ્યાં છે. મર્સિડીઝ બેન્ઝ મેબેક GLS 600 SUV 4 અને 5 સીટર ઓપ્શનમાં મળશે.
  • આ ગાડીમાં ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે તેમાં એક શેમ્પેન ફ્રીઝ પણ આપવામાં આવ્યું છે. એક સેન્ટ્રલ કંસોલમાં શેમ્પેન બોટલને રેફ્રિજરેટ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. આ સાથે તેમાં તમે તમારા શેમ્પેન ગ્લાસ પણ મૂકી શકો છો.

આ ગાડીઓ સાથે ટક્કર થશે
ઇન્ડિયન માર્કેટમાં Mercedes-Maybach GLS 600ની સીધી ટક્કર Bentley Bentayga, Rolls-Royce Cullinan અને Land Rover Range Rover Autobiography જેવી પ્રીમિયમ ગાડીઓ સાથે થશે.

કારની લંબાઈ 5205mm, પહોળાઈ 2157mm અને ઉંચાઈ 1838mm છે
કારની લંબાઈ 5205mm, પહોળાઈ 2157mm અને ઉંચાઈ 1838mm છે

ડાયમેન્શન
Mercedes-Maybach GLS 600 કારની લંબાઈ 5205mm, પહોળાઈ 2157mm અને ઉંચાઈ 1838mm છે. તેનું વ્હીલબેઝ 3135mm અને રિઅર લેગરૂમ 1103mm છે. આ પ્રીમિમય કારનું ગ્રાસ વજન 3250 કિલો છે.

અન્ય સમાચારો પણ છે...