ઓલ ન્યૂ મર્સિડીઝ બેન્ઝ GLS 17 જૂને ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થશે. કંપનીના CEO અને MD માર્ટિન શ્વેમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિશે જાણકારી આપી છે. આ કંપનીની સૌથી મોટી SUV છે. તેની લંબાઈ 5 મીટરથી પણ વધારે છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં આ કારની કિંમત 1 કરોડ રૂપિયા અથવા તેથી પણ વધારે હોઈ શકે છે. સ્પેસ સિવાય ટેક્નોલોજીમાં પણ GLS બહુ એડવાન્સ્ડ છે. તેમાં કંપનીનું નવું MBUX ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળેછે, જે 12.3 ઇંચની ટચસ્ક્રીન ઇન્ટરફેસથી સજ્જ છે. આ ઉપરાંત, તેના સ્ટિયરિંગ અને સેન્ટર કંસોલમાં ટચપેડ સપોર્ટ મળે છે.
આ કંપનીની સૌથી મોટી SUV
આ કારની લંબાઈ 5 મીટરથી વધારે હશે અને GLS કંપનીની સૌથી મોટી SUV છે. કારની સ્ટાઇલિંગમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. નવી GLS જૂનાં જનરેશન મોડેલથી બહુ મોટી નથી. પરંતુ તેના વ્હીલબેઝણાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ, બીજી અને ત્રીજી રોમાં બેસનારાઓ માટે વધારે લેગરૂમ મળે છે.
ટેક્નોલોજીમાં પણ સૌથી આગળ
નવી GLS ફક્ત સ્પેસ મામલે જ મોટી નથી પણ ટેક્નોલોજી માટે પણ બહુ એડવાન્સ્ડ છે. તેમાં 12.3 ઇંચની ડિજિટલ ઇન્ટ્રુમેન્ટ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં મર્સિડીઝની નવી MBUX ઇન્ફોટેમનેન્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે, જે 12.3 ઇંચ ટચસ્ક્રીન સિસ્ટમથી સજ્જ છે. તેમાં નવુંસ્ટિયરિંગ વ્હીલ છે, જે ટચપેડથી સજ્જ છે અને સેન્ટર કંસોલમાં પણ ટચપેડ મળે છે. આ ઉપરાંત, અડજસ્ટેબલ એર સસ્પેન્શન અને ઓટો પાર્કિંગ જેવાં ફીચર્સ પણ મળશે.
પેટ્રોલ-ડીઝલ બંને ઓપ્શનમાં અવેલેબલ
નવી મર્સિડીઝ GLS 367hp પાવર અને 500Nm ટોર્કવાળા 3.0 લિટર પેટ્રોલ અન્જિન સાથે આવશે. જો કે, તેમાં 286hp પાવર અને 600Nm ટોર્કવાળું 3.0 લિટર એન્જિન પણ અવેલેબલ થશે. તેમાં સ્ટાન્ડર્ડ 9 સ્પીડ ઓટોમેટિક ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ પણ આપવામાં આવી છે.
કિંમત
ઇન્ડિયન માર્કેટમાં નવી GLSના પેટ્રોલ વર્ઝનની કિંમત 1 કરોડ રૂપિયા કે તે વધારે મોંઘી પણ હોઈ શકે છે. માર્કેટમાં આ કારની ટક્કર BMW X7 સાથે થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.