ફ્યુચર પ્લાન:મર્સિડીઝ બેન્ઝ હવે તમામ ગાડીઓને ઇલેક્ટ્રિક બનાવશે, 2022 સુધીમાં ગ્રાહકોને દરેક મોડેલમાં ઇલેક્ટ્રિક ગાડી મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં ઇલેક્ટ્રિક કારની ડિમાન્ડ સતત વધી રહી છે. કેન્દ્ર સરકારની ફેમ-2ની સબસિડીની સાથે રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે નવી યોજનાઓ પણ લાવી રહી છે. અમેરિકાની ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ કંપની ટેસ્લાએ પણ દેશમાં એન્ટ્રી કરી છે. આવી સ્થિતિમાં હવે મર્સિડીઝ બેન્ઝે પણ તેની તમામ ગાડીઓને ઇલેક્ટ્રિક બનાવવાની જાહેરાત કરી છે.

2025 સુધીમાં લોન્ચ થનારાં તમામ વાહનો ઇલેક્ટ્રિક હશે
કંપનીનું કહેવું છે કે તે જે વ્હીકલ બનાવે છે તેના તમામ સેગમેન્ટ ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરશે. કંપની આ યોજના વર્ષ 2022 સુધીમાં પૂર્ણ કરશે. તેમજ, વર્ષ 2025થી શરૂ કરાયેલા તમામ વાહનો ફક્ત ઇલેક્ટ્રિક હશે. આ ઉપરાંત, ગ્રાહકોને કંપનીના તમામ મોડેલોમાં આ ઓપ્શન મળવાનું શરૂ થશે.

કંપની 2025 સુધીમાં મર્સિડીઝ બેન્ઝના ફક્ત ત્રણ ઇલેક્ટ્રિક આર્કિટેક્ચર લોન્ચ કરશે.

મર્સિડીઝ બેન્ઝનું નામ બદલાઈ શકે છે
આગામી 10 વર્ષોમાં મર્સિડીઝ બેન્ઝ સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક કાર બજારમાં અગ્રેસર બનવા માગે છે. આ સાથે, કંપનીના CEO ઓલા કેલેનિયસ કહે છે કે કંપનીનું કમ્બક્શન એન્જિન ટેકનોલોજી પર કંપનીનો ખર્ચ વર્ષ 2025 સુધીમાં શૂન્યની નજીક હશે.

જો કે, ડેમલર આ વર્ષના અંતમાં તેના ટ્રક ડિવિઝનને બંધ કરવાની યોજના બનાવી રહી છે. આ સાથે જ મર્સિડીઝ બેન્ઝનું નામ પણ બદલવા જઈ રહ્યું છે.

કંપની ચાર્જિંગ પોઇન્ટ પણ બનાવશે
ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે મર્સિડીઝ વિશ્વભરમાં 530,000 ચાર્જિંગ પોઇન્ટ સ્થાપિત કરવા માગે છે. આ માટે, કંપની વર્ષ 2022થી 2030 દરમિયાન ઇલેક્ટ્રિક વાહનો પર 40 યુરો (લગભગ 36 લાખ કરોડ રૂપિયા)થી વધુનું રોકાણ કરશે.

અન્ય સમાચારો પણ છે...