ન્યૂ લોન્ચ:જૂનાં મોડેલ કરતાં વધુ પાવરફુલ એન્જિન સાથે મર્સિડીઝ બેન્ઝે AMG મોડેલ લોન્ચ કર્યું, કિંમત 2.07 કરોડ રૂપિયા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

લક્ઝુરિયસ ઓટોમોબાઇલ કંપની મર્સિડીઝ તેના ગ્રાહકોને ખુશ કરવા નવું મોડેલ લઇને આવી છે. મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાએ તેના પોર્ટફોલિયોમાં નવું AMG મોડેલ લોન્ચ કર્યું છે. કંપનીએ ભારતમાં તેની GLE 63 S AMG 4MATIC+ Coupe SUV લોન્ચ કરી છે. નવી મર્સિડીઝ- AMG GLE 63 S 4MATIC+ SUV GLE ફેમિલીનું ટોપ સ્પેસિફિકેશન મોડેલ છે. કંપનીએ ઇન્ડિયન માર્કેટમાં તેની એક્સ-શોરૂમ કિંમત 2.07 કરોડ રૂપિયા રાખી છે. તેમાં પહેલા કરતાં વધુ પાવરફુલ V8 એન્જિન આપ્યું છે. આ સિવાય, તેમાં ઘણાં નવાં ફીચર્સ સામેલ કરવામાં આવ્યાં છે. ઇન્ડિયન માર્કેટમાં આ કંપનીનું 12મું AMG મોડેલ છે.

પાવર માટે 4.0-લિટર ટર્બોચાર્જ્ડ V8 એન્જિન આપવામાં આવ્યું છે
પાવર માટે 4.0-લિટર ટર્બોચાર્જ્ડ V8 એન્જિન આપવામાં આવ્યું છે

એન્જિન ડિટેલ્સ
નવી મર્સિડીઝ- AMG GLE 63 S 4MATIC+ના પાવર પરફોર્મન્સની વાત કરીએ તો તેમાં પાવર માટે 4.0-લિટર ટર્બોચાર્જ્ડ V8 એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 6500 rpm પર 603 bhpનો મેક્સિમમ પાવર અને 2500-4500 rpm પર 850 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 9-સ્પીડ AMG સ્પીડશિફ્ટ ટ્રાન્સમિશનથી સજ્જ છે. સ્પીડની દૃષ્ટિએ પણ આ કાર અજોડ છે. આ કાર માત્ર 3.8 સેકંડમાં કલાક દીઠ 0-100 કિમીની ઝડપ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 280 kmph છે.

પહેલી એવી કાર છે જેમાં V8 મોટર સાથે EQ બુસ્ટ હાઇબ્રિડ સિસ્ટમ આપવામાં આવી છે
પહેલી એવી કાર છે જેમાં V8 મોટર સાથે EQ બુસ્ટ હાઇબ્રિડ સિસ્ટમ આપવામાં આવી છે

કઈ ગાડીઓને ટક્કર મળશે?
ડ્રાઇવિંગનો બેસ્ટ એક્સપિરિયન્સ મળે એ માટે તેમાં 7 રાઇડિંગ મોડ આપવામાં આવ્યા છે. GLE 63 S AMG એ પહેલી એવી કાર છે જેમાં V8 મોટર સાથે EQ બુસ્ટ હાઇબ્રિડ સિસ્ટમ આપવામાં આવી છે. ઇન્ડિયન માર્કેટમાં નવી GLE 63 S AMG કાર Audi RS Q8, Lamborghini Urus અને Maserati Levanteને ટક્કર આપશે.