• Home
  • Utility
  • Automobile
  • Mercedes Benz GLC SUV's facelift model launches in India, starting at Rs. Starting at 52.75 lakhs

લોન્ચિંગ / મર્સિડીઝ બેન્ઝ ‘GLC SUV’નું ફેસલિફ્ટ મોડેલ ભારતમાં લોન્ચ થયું, પ્રારંભિક કિંમત રૂ. 52.75 લાખથી શરૂ

Mercedes-Benz GLC SUV's facelift model launches in India, starting at Rs. Starting at 52.75 lakhs

  • મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાએ મંગળવારે ભારતમાં ‘GLC SUV’નું ફેસલિફ્ટ મોડેલ લોન્ચ કરી દીધું છે
  • મર્સિડીઝ બેન્ઝ GLC SUVને બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે
  • તેમાં BS6 કમ્પ્લાયન્ટ પેટ્રોલ અને ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે

Divyabhaskar.com

Dec 03, 2019, 05:48 PM IST

ઓટો ડેસ્ક. મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાએ મંગળવારે ભારતમાં ‘GLC SUV’નું ફેસલિફ્ટ મોડેલ લોન્ચ કરી દીધું છે. તેની દિલ્હી એક્સ-શોરૂમ કિંમત 52.75 લાખથી 57.75 લાખ રૂપિયાની વચ્ચે છે. મર્સિડીઝ બેન્ઝ GLC SUVને બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. જેમાં ‘GLC 200’, ‘GLC200d 4 મેટિક’ સામેલ છે. મર્સિડીઝ બેન્ઝ GLC SUVના ફેસલિફ્ટ મોડેલની સ્ટાઈલિંગમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત તેમાં BS6 કમ્પ્લાયન્ટ પેટ્રોલ અને ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે.

મર્સિડીઝ બેન્ઝ GLC ફેસલિફ્ટમાં નવા LED હેડલેમ્પ, નવા LED ટેલ-લેમ્પ, અને નવા LED DRL(ડે ટાઈમ રનિંગ લાઈટ) આપવામાં આવી છે. SUVમાં નવા લુકની ગ્રિલ અને નવી સ્ટાઈલના ફ્રન્ટ અને રિઅર બમ્પર છે. આ ફેરફારોને કારણે તે અમુક હદ સુધી કંપનીની લેટેસ્ટ જનરેશન GLC અને ન્યૂ GLC SUV જેવી નવી SUVની જેવી દેખાય છે. આ ફેસલિફ્ટ મોડેલમાં 17 ઈંચનાં અલોય વ્હીલ સ્ટાન્ડર્ડ રીતે લગાવવામાં આવ્યાં છે. 19 ઈંચનાં વ્હીલ ઓપ્શન તરીકે આપવામાં આવ્યાં છે.

કેબિનની વાત કરીએ તો GLC ફેસલિફ્ટમાં 10.25 ઈંચની ટચસ્ક્રીન આપવામાં આવી છે, જે મર્સિડીઝના MBUX ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમના લેટેસ્ટ વર્ઝનની સાથે આવે છે. નવા MBUXમાં ‘Hey Mercedes’ વોઈસ કમાન્ડ ઈન્ટરફેસ અને એક મોટો સેન્ટ્રલ ટચપેડ મળે છે. આ ફીચર GLC રેન્જની SUVમાં પહેલી વખત આપવામાં આવ્યાં છે. તે ઉપરાંત GLC ફેસલિફ્ટમાં ફૂલ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને અપડેટેડ ટેક્સચર આપવામાં આવ્યાં છે.

પાવર
GLC ફેસલિફ્ટમાં 2.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 197hp પાવર અને 300Nm ટોર્ક જનરેટ કરે છે. SUVનું ડીઝલ એન્જિન પણ 2.0 લીટરનું છે, જે 190hp પાવર અને 400Nm ટોર્ક જનરેટ કરે છે. GLC ફેસલિફ્ટનાં બંને એન્જિન BS6 કમ્પ્લાયન્ટ છે.

નવી મર્સિડીઝ બેન્ઝ GLC કંપની ભારતની પહેલી કાર છે જેને ગ્લોબલ MBUX ટેક્નિક સાથે લોન્ચ કરવામાં આવી છે. નવી મર્સિડીઝ બેન્ઝ GLC ફેસલિફ્ટ SUV ભારતીય માર્કેટમાં બીએમડબલ્યૂ એક્સ3 અને વોલ્વો એક્સસી60, ઓડી ક્યૂ3ને ટક્કર આપશે.

X
Mercedes-Benz GLC SUV's facelift model launches in India, starting at Rs. Starting at 52.75 lakhs
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી