મર્સિડીઝ બેન્ઝે તેની ન્યૂ જનરેશન GLA રેંજ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. આ લાઇનઅપમાં સ્ટાન્ડર્ડ GLA સાથે પર્ફોર્મન્સ સ્પેસિફિકેશન્સવાળું AMG GLA 35 મોડેલ સામેલ છે. ઇન્ડિયન માર્કેટમાં આ કારની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 42.10 લાખ રૂપિયા રાખવામાં આવી છે, જે મહત્તમ 57.30 લાખ રૂપિયા સુધી જાય છે. આ ઇન્ટ્રોડક્ટરી કિંમત છે. કંપનીના જણાવ્યાનુસાર, GLA રેંજની કિંમતમાં 1 જુલાઈ 2021થી 1.5 લાખ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવશે.
ઇન્ડિયાન માર્કેટમાં લોકલ ગાઇડલાઇન્સનો અમલ કરતા નવી Mercedes-Benz GLAનું વેચાણ શરૂ થઈ ગયું છે. ગ્રાહકો આ કારને કંપનીના ડિજિટલ સ્ટોર્સ પર જઇને પણ ખરીદી શકે છે.
ન્યૂ જનરેશન Mercedes-Benz GLAના રેગ્યુલર અને AMG વર્ઝનનું CKD (કમ્પ્લિટ નોક્ડ-ડાઉન) રૂટ માટે ઇન્ડિયન માર્કેટમાં વેચાણ થઈ રહ્યું છે. AMG GLC 43 કૂપે અને AMG A 35 સિડેન પછી AMG GLA 35 4 Matic કંપનીની ત્રીજી એવી કાર છે જેનું અસેમ્બલિંગ ભારતમાં થઈ રહ્યું છે. ઇન્ડિયન માર્કેટમાં સ્ટાન્ડર્ડ GLA ત્રણ વેરિઅન્ટમાં આવે છે.
કિંમત
GLA 200 વેરિઅન્ટની કિંમત 42.10 લાખ રૂપિયા
GLA 220d વેરિઅન્ટની કિંમત 43.70 લાખ રૂપિયા
GLA 220d 4Matic વેરિઅન્ટની કિંમત 46.70 લાખ રૂપિયા
એન્જિન ડિટેલ્સ
નવી GLAમાં પેટ્રોલ અને ડીઝલ એન્જિન બંને આપવામાં આવ્યું છે. તેનું 1.3 લિટર પેટ્રોલ એન્જિન 161bhp પાવર અને 250Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું ઓઇલ બર્નર 2.0-લિટર એન્જિન 188bhp પાવર અને 400Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું પેટ્રોલ યtનિટ 7 સ્પીડ DCT યૂનિટથી સજ્જ છે. તેમજ, તેનું ડીઝલ એન્જિન 8-સ્પીડ G-ટ્રોનિક ઓટોમેટિક ટોર્ક કન્વર્ટર યૂનિટથી સજ્જ છે.
AMG GLA 35માં પાવર માટે 2.0-લિટરનું 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 302 bhp પાવર અને 400 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 8-સ્પીડ DCT ઓટોમેટિક યૂનિટથી સજ્જ છે. તેમાં ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.