- Gujarati News
- Utility
- Automobile
- Mercedes 'AMG C 636' Coupe And 'GT R' Facelift Launched In India, Priced At Rs 1.33 And Rs 2.48 Crore, Respectively, Available On Online Retail Platform
લોન્ચિંગ:ભારતમાં મર્સિડીઝ ‘AMG C 636’ કૂપે અને ‘GT R’ ફેસલિફ્ટ લોન્ચ થઈ, કિંમત ક્રમશ રૂ.1.33 અને 2.48 કરોડ રૂપિયા, ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ
- AMG C 63માં 4.0 લીટરનું ટ્વિન ટર્બો V8 પેટ્રોલ અને GT R ફેસલિફ્ટમાં 4.0 લીટરનું બાઈ ટર્બો V8 એન્જિન છે
- AMG C 63માં 250 kmphની ટોપ સ્પીડ છે અને GT R ફેસલિફ્ટમાં ટોપ સ્પીડ 318 kmphની છે
મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાએ ભારતીય માર્કેટમાં પોતાના બે ફ્લેગશિપ AMG મોડેલ લોન્ચ કર્યા છે. તેમાં 2.48 કરોડ રૂપિયાની 2020 મર્સિડીઝ-AMG GT R કૂપે અને 1.33 કરોડ રૂપિયાની 2020 મર્સિડીઝ--AMG C 63 કૂપે સામેલ છે. મહામારીને કારણે આ બંને કારને ઓનલાઈન ઈવેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. તેને માર્કેટમાં ઉપલબ્ધ સી-ક્લાસ અને GT લાઈન-અપનું હાઈ ક્લાસ વર્ઝન પણ કહેવામાં આવે છે. બંને કાર વેચાણ માટે ઉપલબ્ધ છે. તેને બ્રાન્ડના ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ દ્વારા મર્સિડીઝ બેન્ઝ ડીલરશીપથી ખરીદી શકાશે.
2020 મર્સિડીઝ-AMG GT R
- કંપનીએ તેને AMG GT Rના અપડેટ વર્ઝન તરીકે લોન્ચ કરી છે. તેમાં મિકેનિકલ કોઈ ફેરફાર જોવા મળશે નહીં, તેમાં પહેલાની જેમ 4.0 લીટરનું ટ્વિન ટર્બો V8 એન્જિન આપવામાં આવ્યું છે, જે 585 હોર્સપાવર અને 700NM ટોર્ક જનરેટ કરે છે. GT R 7-સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે, તે માત્ર કાર 0થી 100 kmph ની સ્પીડ માત્ર 3.6 સેકન્ડમાં પકડે છે. તેની ટોપ સ્પીડ 318 kmphની છે. તેનું એરોડાયનેમિક પેકેજ તેને હાઈ-સ્પીડમાં સ્ટેબિલિટી પ્રદાન કરવામાં મદદ કરે છે.
- તેમાં ઘણા નવા ફીચર્સ છે. નવા મોડેલમાં નવી LED હેડલાઈટ્સ અને ટેલ લાઈટ્સ મળશે. તેમાં રીડિઝાઈન કરેલ એક્ઝોસ્ટ અને રિઅર ડિફ્યુઝર મળશે. તેમાં નવું સ્ટીઅરિંગ, 12.3 ઈંચના ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 10.25 ઈંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે જે એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લેને સપોર્ટ કરે છે.
- આ કારની કિંમત 2.46 કરોડ રૂપિયા છે, જે જૂના મોડેલ કરતાં 25 લાખ રૂપિયા સુધી મોંઘી છે
2020 મર્સિડીઝ-AMG C 63 કૂપે
- નવી મર્સિડીઝ-AMG C 63 કૂપેમાં 4.0 લીટરનું બાઈટર્બો V8 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 476hp પાવર અને 650nm ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન વિશે વાત કરવામાં આવે તો તે 9 સ્પીડ ટોર્ડ કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. કારની ટોપ સ્પીડ 250 kmphની છે. તે કલાક દીઠ 0થી 100 કિમીની ઝડપ પકડવામાં માત્ર 4 સેકેન્ડનો સમય લે છે.
- તેમાં પેનઅમેરિકન ગ્રિલ, કાર્બન ફાઈબર લિપ સ્પોઈલર, 18 ઈંચ 10 સ્પોક અલોય વ્હીલ (19 ઈંચ અલોય ઈન પ્રીમિય મોડેલ) છે. ઈન્ટિરિયરની વાત કરીએ તો, તેમાં 12.3 ઈંચ ઓલ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર (વિથ 3 AMG સ્પેસિફિક ડિસ્પ્લે-ક્લાસિક, સ્પોર્ટી અને સુપરસ્પોર્ટ) છે. તેમાં AMG-સ્પેક ડ્રાઈવ અને ટ્રેક્શન મોડ અને AMG રાઈડ કંટ્રોલ છે, જેને ડ્રાઈવર સસ્પેંશન સેટઅપ કરી શકે છે.
- તે ઉપરાંત તેમાં એક્ટિવ પાર્ક અસિસ્ટ વેન્ટિલેટેડ AMG સ્પોર્ટ સીટ્સ વીધ મેમરી ફંક્શન, પેનોરમિક સનરૂફ અને બર્મેસ્ટર સાઉન્ડ સિસ્ટમ સ્ટાન્ડર્ડ તરીકે ઉપલબ્ધ છે. કંપની તેની સાથે 97,000 રૂપિયામાં બે વર્ષ અને અનલિમિટેડ કિલોમીટરની વોરંટી આપી રહી છે.