ન્યૂ લોન્ચ:'મર્સિડીઝ AMG A45 S' કાર ભારતમાં લોન્ચ થઈ, 421 હોર્સપાવર સાથે દેશની સૌથી પાવરફુલ હેચબેક બની

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારનું એન્જિન 6750rpm પર 421 હોર્સ પાવર જનરેટ કરે છે
  • કાર માત્ર 3.9 સેકન્ડમાં 100 kmphની સ્પીડે પહોંચી શકે છે. તેની ટોપ સ્પીડ 278 kmph છે

મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાએ ભારતમાં તેની લક્ઝુરિયસ હેચબેક 'મર્સિડીઝ AMG A45 S' કાર લોન્ચ કરી છે. તેની એક્સ- શોરૂમ કિંમત 79.50 લાખ રૂપિયા છે. નવી હેચબેક લોન્ચ થવાની સાથે જ તે ભારતની સૌથી પાવરફુલ હેચબેક બની ગઈ છે. આ કારમાં 421 હોર્સ પાવરનું એન્જિન મળે છે. A ક્લાસની સરખામણીએ નવાં વેરિઅન્ટની સાઈઝ વધારે છે.

'મર્સિડીઝ AMG A45 S'નું એક્સટિરિયર

તેના ક્રોમમાં હોરિઝોન્ટલ બાર્સ સાથે મર્સિડીઝ ગ્રિલ નહિ મળે. તેમાં ગ્રિલ ફ્લેન્ક કરાઈ છે. બોનેટ નીચેનું એન્જિન કુલ ડાઉન રહે તે માટે તેમાં એર ઈન્ટેક સાથે ફ્રન્ટ એપ્રન અટેચ છે. કોર ફ્લેયર્ડ વ્હીલ આર્ક અટેચ છે. ડિસ્ક બ્રેકમાં લાલ રંગનું કેલિપર મળે છે. ફેન પર ટર્બો 4Matic+ બેઝિંગ પણ છે.

મર્સિડીઝ AMG A45 Sનું ઈન્ટિરિયર

આ કારમાં રેગ્યુલર A ક્લાસનું ઈન્ટિરિયર ડિઝાઈન મળે છે. ડેશબોર્ડ પર ડ્રાઈવરના ઈન્સ્ટ્રુમેન્ટના ટ્વિન ડિસ્પ્લે અને MBUX પાવર્ડ ઈન્ફોટેઈન્મેન્ટ સેટઅપ છે. આ સિસ્ટમને સ્ટીયરિંગ વ્હીલથી કન્ટ્રોલ કરી શકાય છે. આ સિસ્ટમ વોઈસ કમાન્ડ પણ ફોલો કરે છે. 'Hey Mercedes' બોલીને તમે કમાન્ડ આપી શકો છો.

પાવરફુલ એન્જિન
આ લક્ઝુરિયસ કારમાં 2.0 લિટરનું એન્જિન મળે છે. તે 6750rpm પર 421 હોર્સ પાવર જનરેટ કરે છે. 5,000થી 5,250 rpm પર 500 ન્યૂટન મીટરનો એક્સ્ટ્રા ટોર્ક મળે છે. એન્જિન 8 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે અટેચ છે.

તે માત્ર 3.9 સેકન્ડમાં 100 kmphની સ્પીડે પહોંચી શકે છે. કારની ટોપ સ્પીડ 278 kmph છે. કારમાં 6 ડ્રાઈવિંગ મોડ મળે છે. એન્જિન ટ્રાન્સવર્સલી માઉન્ટેડ છે. તેને 180 ડિગ્રી પર રોટેશન અપાયું છે. નવાં વેરિઅન્ટમાં ઈન્ટેક સામેની બાજુ મળે છે. એક્ઝોસ્ટ પોર્ટ અને ટર્બોચાર્જર ફાયરવોલ સામે અટેચ છે.

અન્ય સમાચારો પણ છે...