તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેચાણ:મે મહિનામાં મારુતિનું મંથલી સેલ્સ 71% તો મહિન્દ્રાનું વેચાણ 52% ઘટ્યું, બજાજ ઓટોએ 114% ગ્રોથ નોંધાવ્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટોમોબાઈલ કંપનીઓએ મે 2021માં વાહનોના વેચાણના આંકડા જાહેર કર્યા છે. કોવિડ-19 રોગચાળાની બીજી લહેરને કારણે મોટાભાગની કંપનીઓ માટે ઓટો સેલ્સના આંકડાઓ નિરાશાજનક રહ્યા છે. દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે માસિક ધોરણે 71%નો ઘટાડો નોંધાવ્યો છે. ચાલો મે મહિનામાં બધી કંપનીઓના ઓટો સેલ્સના આંકડા પર એક નજર કરીએ ...

મારુતિ સુઝુકીને 71%નું નુકસાન
ગયા મહિને કંપનીએ કુલ 46,555 વાહનોનું વેચાણ કર્યું હતું. તેમજ, એપ્રિલમાં, તેણે 1,59,691 ગાડીઓનું વેચાણ કર્યું હતું. એટલે કે, માસિક ધોરણે તેને 71%નું નુકસાન થયું છે. જો કે, કંપની વાર્ષિક ધોરણે વિકાસ પામી છે. મે 2020માં તેણે 18,539 ગાડીઓનું વેચાણ કર્યું હતું. મે મહિનામાં મારુતિના પેસેન્જર વ્હીકલ્સના વેચાણમાં 76% ઘટાડો થયો હતો. જો કે, તેમાં 11,262 ગાડીઓની નિકાસ સાથે 34%ની વૃદ્ધિ નોંધાઈ છે. તેમજ, મિની અને કોમ્પેક્ટ વ્હીકલમાં તેણે 79%ના ઘટાડા સાથે 25,103 ગાડીઓ વેચી.વાહનોનું વેચાણ કરે છે, જે 79% ઘટ્યું છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વેચાણમાં 52%નો ઘટાડો
મેમાં લોકડાઉનને કારણે આ મહિનામાં કંપનીના વેચાણને અસર થઈ હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ મે મહિનામાં કુલ 17,447 ગાડીઓનું વેચાણ કર્યું હતું. તેમાં માસિક ધોરણે 52%નું નુકસાન થયું છે. એપ્રિલમાં કંપનીએ કુલ 36,437 ગાડીઓનું વેચાણ કર્યું હતું. જો કે, પેસેન્જર વ્હીકલ સેગમેન્ટ (ઙ, કાર અને વાન)માં કંપનીએ વાર્ષિક 107% વૃદ્ધિ સાથે 8,004 ગાડીઓ વેચી હતી. ગયા મહિને કંપનીએ 300%ની વૃદ્ધિ સાથે 1,935 ગાડીઓની નિકાસ કરી. મે 2020માં તેણે 484 ગાડીઓની નિકાસ કરી. માસિક ધોરણે ટ્રેક્ટરના વેચાણમાં 12.13%નો ઘટાડો નોંધાયો છે.

ટાટા મોટર્સના વેચાણમાં 38%નો ઘટાડો
ટાટા મોટર્સે મે મહિનામાં ડોમેસ્ટિક માર્કેટમાં 24,552 ગાડીઓ વેચી હતી, જે માસિક ધોરણે 38%નો ઘટાડો છે. એપ્રિલમાં કંપનીએ 39,530 ગાડીઓનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન મહિનામાં 4,418 હતું. એનાલિસ્ટની ધારણા હતી કે મે મહિનામાં કંપનીનું વેચાણ 22,500 યૂનિટ રહેશે. મે મહિનામાં કંપનીએ 6938 નેક્સન, 6656 ટિયાગો, 6649 અલ્ટ્રોઝ, 1712 હેરિયર, 1627 ટિગોર અને 1514 સફારી વેચી.

અશોક લેલેન્ડનું વેચાણ 51.59% ઘટ્યું
મે મહિનામાં અશોક લેલેન્ડનું કુલ વેચાણ 3,199 યૂનિટ રહ્યું. કંપનીને માસિક ધોરણે નુકસાન થયું છે. એપ્રિલમાં તેણે 7,961 ગાડીઓનું વેચાણ કર્યું હતું. જો કે, વેચાણના આંકડા દર વર્ષે સુધર્યા છે. ગયા વર્ષે મે મહિનામાં કંપનીએ 1,420 ગાડીઓનું વેચાણ કર્યું હતું.

બજાજ ઓટોએ 114% ગ્રોથ નોંધાવ્યો
બજાજ ઓટોએ 114%ના ગ્રોથ સાથે મે મહિનામાં 2,71,862 ગાડીઓનું વેચાણ કર્યું. ગયા વર્ષે મે મહિનામાં કંપનીએ 1,27,128 ગાડીઓનું વેચાણ કર્યું હતું. ડોમેસ્ટિક સેલ્સમાં તેણે 52%ની વૃદ્ધિ સાથે 60,830 ગાડીઓનું વેચાણ કર્યું છે. મે 2020માં તેણે 40,074 ગાડીઓનું વેચાણ કર્યું હતું. તેમજ, 142%ના ગ્રોથ સાથે 2,11,032 ગાડીઓ એક્સપોર્ટ કરવામાં આવી. મે 2020માં તેણે 87,054 ગાડીઓની નિકાસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...