ન્યૂ લોન્ચ / મારુતિની ઇગ્નિસનું ફેસલિફ્ટ મોડેલ લોન્ચ થયું, પ્રારંભિક કિંમત 4.83 લાખ રૂપિયા

Maruti's Ignis facelift model launched, starting at Rs 4.83 lakh

  • લગભગ 9,000 રૂપિયા સુધીનો વધારો થયો
  • લ્યુસન્ટ ઓરેન્જ અને ફિરોઝા બ્લુ કલર ઓપ્શનમાં મળશે

Divyabhaskar.com

Feb 15, 2020, 11:05 AM IST

ઓટો ડેસ્કઃ ઓટો મોબાઇલ કંપની મારુતિ સુઝુકીએ તેની પોપ્યુલર કોમ્પેક્ટ એસયુવી મારુતિ સુઝુકી ઇગ્નિસનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરી દીધું છે. આ સાથે જ ઇગ્નિસની કિંમતમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. હવે આ કારની પ્રારંભિક કિંમત 4.83 લાખ રૂપિયા છે. તેમજ, આ નવી ઇગ્નિસના ટોપ વેરિઅન્ટની કિંમત 7.13 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કારના લુક્સમાં પણ થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. કંપનીએ આ કાર તાજેતરમાં જ ઓટો એક્સપો 2020માં રજૂ કરી હતી. હવે ભારતમાં આ કાર ઓફિશિયલી લોન્ચ કરી દેવામાં આવી છે.

ન્યૂ ફીચર્સ
મારુતિ ઇગ્નિસનું ફેસલિફ્ટ મોડેલ ઓવરઓલ જૂનાં મોડેલ જેવું જ છે. પરંતુ ફ્રેશ લુક આપવા માટે કારના ફ્રંટમાં નવી ક્રોમ ગ્રિલ આપવામાં આવી છે, જે તેને સ્પોર્ટી લુક આપે છે. કારમાં ફોક્સ સ્કફ પ્લેટ્સ સાથે નવાં ફ્રંટ અને રિઅર બંપર આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, જૂનાં મોડેલની સરખામણીએ નવી ઇગ્નિસમાં અલગ ફોગ લેમ્પ કેસિંગ અને વર્ટિકલ રિફ્લેક્ટર સામેલ કરવામાં આવ્યાં છે. હવે આ કાર નવાં કલર ઓપ્શન્સમાં પણ અવેલેબલ છે. નવી ઇગ્નિસ હવે લ્યુસન્ટ ઓરેન્જ અને ફિરોઝા બ્લુ કલરમાં જોવા મળશે.

ઇન્ટિરિયર
નવી ઇગ્નિસના ઇન્ટિરિયરનું લેઆઉટ અને તેની ડિઝાઇન કરન્ટ મોડેલ જેવી જ છે. જો કે, તેમાં 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે મારુતિની નવી સ્માર્ટપ્લે સ્ટુડિયો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જે એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોને સપોર્ટ કરે છે. આ ઉપરાંત, ઇગ્નિસમાં પહેલીવાર સુઝુકીની S-Connect ફીચર આપવામાં આવ્યું છે. પરંતુ તે ઓપ્શનલ છે.

એન્જિન અને પાવર
અપડેટેડ ઇગ્નિસમાં BS-6 કમ્પ્લાયન્ટ 1.2 લિટરનું K12 પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન 82 bhp પાવર અને 113 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ ઓપ્શન સાથે એવેલેબલ છે. નવી મારુતિ ઇગ્નિની એવરેજ લિટર દીઠ 20.89 કિમી છે.

X
Maruti's Ignis facelift model launched, starting at Rs 4.83 lakh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી