તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનમાં બેસ્ટ સેલિંગ કાર:મારુતિની 8 કાર સૌથી વધારે વેચાઈ, હ્યુન્ડાઈની બે કાર ક્રેટા SUV અને ગ્રાન્ડ i10 Nios ટોપ 10માં સામેલ થઈ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાર બનાવતી કંપનીઓએ જૂન મહિનાના કાર વેચાણના આંકડા જાહેર કરી દીધા છે. ટોપ 10 સેલિંગ કારની વાત કરીએ તો મારુતિ સુઝુકી એક વખત ફરીથી ટોપ પર છે. મારુતિએ જૂનમાં કુલ 1,47,388 કારનું વેચાણ કર્યું, જ્યારે મે મહિનામાં આ આંકડો 57,228 યુનિટ રહ્યો હતો.

જૂનમાં 10 બેસ્ટ સેલિંગ કારની વાત કરીએ તો મારુતિની 8 કાર આ લિસ્ટમાં સામેલ છે. તે સિવાય હ્યુન્ડાઈની ક્રેટા SUV અને ગ્રાન્ડ i10 Nios પ્રીમિયમ હેચબેક આ લિસ્ટમાં સામેલ થઈ. ​​​​​​​

મારુતિની વેગન R મોડેલ વેચાણમાં ટોચ પર છે
મારુતિ સુઝુકીની વેગન R મોડેલ જૂન 2021માં 19,447 યુનિટના વેચાણની સાથે સૌથી આગળ હતી. તે સાથે મારુતિ સુઝુકી કંપનીએ જૂન 2020માં 6,972 યુનિટના વેચાણની તુલનામાં ગત મહિને વેગન Rના વેચાણમાં 179 %નો વધારો જોવા મળ્યો. તેમજ સ્વિફ્ટે જૂન 2021માં 17,727 યુનિટનું વેચાણ નોંધાવ્યું છે.

આવી જ રીતે વેગન Rએ દેશમાં સ્વિફ્ટ હેચબેકનું વેચાણ 1,720નાં અંતરથી વેચાણની તુલનાથી બહાર કરી દીધી છે. રસપ્રદ વાત છે કે વેગન R ફાઈનાન્શિયલ યર 2021માં CNG સેગમેન્ટમાં વેચાણમાં પણ આગળ છે. તેના વધારાનું કારણ દેશમાં દેશમાં ફ્યુલ (પેટ્રોલ, ડિઝલ, CNG,LPG)ની કિંમતમાં વધારો છે. ​​​​​​​

વેગન Rના ફિચર્સ
વેગન R બે પેટ્રોલ એન્જિન ઓપ્શન, 1.0 લિટર અને 1.2 લિટરમાં વેરિઅન્ટમાં મળે છે. 1.0 લિટર, ત્રણ સિલિન્ડર પેટ્રોલ એન્જિન 5,500rpm પર 67 bhp અને 3,500rpm પર 90Nm છે. 1.2 લિટર, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન 6,000rpm પર 82 bhp અને 4,200rpm પર 113Nmનું ઉત્પાદન કરે છે. બંને એન્જિનમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન અને AMT ઓપ્શન મળે છે.

હ્યુન્ડાઈ ક્રેટા 7મા ક્રમે
હ્યુન્ડાઈની આ કાર કંપનીની બેસ્ટ સેલર કાર છે અને મિડ-સાઈઝ SUV સેગમેન્ટમાં ક્રેટા SUV પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે. તે ટોપ 10ના લિસ્ટમાં 7મા નંબરે છે. જૂનમાં હ્યુન્ડાઈના 9,941 યુનિટ્સનું વેચાણ કર્યું. જ્યારે ગયા વર્ષે આ આંકડો 7,207 યુનિટ્સ હતો.

આ કાર જે ટોપ 10માં લિસ્ટેડ થઈ
મારુતિ સ્વિફ્ટ- મારુતિની આ પ્રીમિયમ હેચબેક કાર બીજા નંબરે છે. કંપનીએ તેના કુલ 17,272 યુનિટ્સનું વેચાણ કર્યું અને ગત વર્ષે જૂનની તુલનામાં ત્રણ ગણું વેચાણ કર્યું છે.

મારુતિ બલેનો- મે મહિનામાં આ કાર સાતમા સ્થાને પહોંચી ગઈ હતી પરંતુ હવે ફરી એકવાર તે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. જૂનમાં તેના કુલ 14,701 યુનિટ્સનું વેચાણ થયું.

મારુતિ વિટારા બ્રેઝા- મારુતિની આ સબ-કોમ્પેક્ટ SUVના જૂનમાં કુલ 12,833 યુનિટનું વેચાણ થયું હતું. ન્યૂ જનરેશન વિટારા બ્રેઝાને ગત વર્ષે ફેબ્રુઆરીમાં ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી છે.

મારુતિ ડિઝાયર- આ પહેલી સબ-કોમ્પેક્ટ સેડાન છે જે ટોપ 10ની લિસ્ટમાં સામેલ છે. મારુતિએ જૂનમાં તેના 12,639 યુનિટ્સનું વેચાણ કર્યું, જ્યારે ગયા વર્ષે જૂનમાં 5,834 યુનિટ વેચ્યા હતા.

મારુતિ અલ્ટો- ભારતની સૌથી જૂની હેચબેક કાર આખરે ટોપ લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. જો કે, જૂનમાં આ કારને લોકોએ ઘણી પસંદ કરી અને તેના કુલ 12,513 યુનિટ્સનું વેચાણ થયું. તેમજ ગત વર્ષે ટોટલ 7,298 યુનિટ્સનું વેચાણ થયું.

મારુતિ અર્ટિગા- આ 7 સીટર SUV જૂનમાં પોતાના સેગમેન્ટમાં લીડર રહી. મારુતિએ ગત મહિને તેના કુલ 9,920 યુનિટ્સનું વેચાણ કર્યું. ગત વર્ષે આ થ્રી-રો સેવન સીટર SUVના કુલ 3,306 યુનિટ્સનું વેચાણ થયું.

મારુતિ ઈકો- મારુતિની આ મિનીવેન સતત આ લિસ્ટમાં હજી પણ છે. કંપનીએ ગત મહિને તેના કુલ 9,218 યુનિટ્સનું વેચાણ કર્યું. કંપનીએ ગત વર્ષે સમાન અવધિમાં કુલ 3,803 યુનિટ વેચ્યા હતા.

હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios - ટોપ 10 લિસ્ટમાં સામેલ થનારી હ્યુન્ડાઈની આ બીજી કાર છે. કંપનીએ ગત મહિને તેના કુલ 8,787 યુનિટ્સનું વેચાણ કર્યું છે.