તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારુતિ વિટારા બ્રેઝા પેટ્રોલ માઇલ્ડ હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે લોન્ચ થશે, કિંમતમાં ₹50 હજાર વધવાની શક્યતા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ઓટોમોબાઇલ કંપની મારુતિ સુઝુકીએ તાજેતરમાં જ તેની સૌથી વધુ વેચાનારી કોમ્પેક્ટ SUV બ્રેઝાને પેટ્રોલ વેરિઅન્ટમાં લોન્ચ કરી હતી. આ કારની પ્રારંભિક કિંમત 7.34 લાખ રૂપિયા રાખવામાં આવી છે. હવે સમાચાર મળી રહ્યા છે કે, કંપની આ કારના મેન્યુઅલ ટ્રાન્સમિશન વર્ઝનમાં માઇલ્ડ હાઇબ્રિડ સિસ્ટમનો પ્રયોગ કરી શકે છે. અત્યારે બ્રેઝાના ઓટોમેટિક વેરિઅન્ટમાં કંપનીએ 12V માઇલ્ડ હાઇબ્રિડ સિસ્ટમ આપી છે, જે સ્ટાર્ટ-સ્ટોપ ટેક્નોલોજી અને ટોર્ક આસિસ્ટ ફંક્શન સાથે આવે છે.


રિપોર્ટ અનુસાર, મારુતિ ટૂંક સમયમાં જ વિટારા બ્રેઝાના LXi, VXi, ZXi અને ZXi+ વેરિઅન્ટમાં માઇલ્ડ હાઇબ્રિડ ટેક્નોલોજી શોકેસ કરશે, જેની અસર તેની એવરેજમાં જોવા મળશે. બ્રેઝાના મેન્યુઅલ વેરિઅન્ટમાં 17.03kmpl એવરેજ મળે છે, જ્યારે તેનું ઓટોમેટિક વેરિઅન્ટ 18.76kmpl એવરેજ આપે છે. જો કે, માઇલ્ડ હાઇબ્રિડથી તેના મેન્યુઅલ વેરિઅન્ટની એવરેજ આશરે 2-3kmpl જેટલી વધવાની અપેક્ષા છે.


નવી વિટારા બ્રેઝામાં સૌથી મોટો ફેરફાર તેના એન્જિનમાં કરવામાં આવ્યો છે, તેના ડીઝલ વર્ઝનની જગ્યાએ હવે કંપની તેમાં 1.5 લિટર પેટ્રોલ એન્જિન સુધીનો ઉપયોગ કરી રહી છે. તેમજ, આ SUVના ઇન્ટિરિયરમાં કંપનીએ કોઈ ખાસ ફેરફાર નથી કર્યો. 2020 વિટારા બ્રેઝાના પેટ્રોલ વેરિઅન્ટમાં BS6 એન્જિન, 1.5 લિટર એન્જિન સુધીનો પ્રયોગ કરી રહી છે. આ એન્જિન 105PS પાવર અને 138Nm ટોર્ક જનરેટ કરી શકે છે. આ એન્જિન સાથે કંપનીએ 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન આપવામાં આવ્યો છે.


નવી ટેક્નિકના કારણે વિટારા બ્રેઝાના પેટ્રોલ હાઇબ્રિડ વર્ઝનના સ્ટાન્ડર્ડ મેન્યુઅલ વેરિઅન્ટની કિંમત કરન્ટ મોડેલ કરતાં 50 હજાર રૂપિયા વધારે હશે. આ કાર ભારતમાં ટાટા નેક્સન, ફોર્ડ ઇકોસ્પોટ, મહિન્દ્રા XUV300 અને હ્યુન્ડાઇ વેન્યૂને ટક્કર આપશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો