અપકમિંગ:મારુતિ-ટોયોટાની ફર્સ્ટ ઇલેક્ટ્રિક SUV આવશે, 500 કિમીથી સજ્જ આ કારનું કોડનેમ YY8 રાખવામાં આવ્યું, અંદાજિત કિંમત ₹13 લાખ-₹15 લાખ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશની સૌથી મોટી ફોર-વ્હીલર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) સેગમેન્ટમાં પ્રવેશવા માટે તૈયાર છે. ઓટોકારના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, મારુતિ અને ટોયોટા મળીને ગ્લોબલ મિડસાઇઝ SUV તૈયાર કરી રહી છે. કંપનીએ તેને YY8 કોડનેમ આપ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એક ખૂબ જ પાવરફુલ ઇલેક્ટ્રિક કાર હશે. તે ઇન્ડિયન માર્કેટમાં પહેલેથી હાજર EV કરતાં વધુ પાવરફુલ હશે.

મારુતિ-ટોયોટાની આ ઇલેક્ટ્રિક SUV ટાટા નેક્સન EV કરતાં પહોળી હશે. તેમાં 48kWh અથવા 59kWh બેટરી પેક હશે. તેની ડ્રાઇવિંગ રેન્જ 400થી 500 કિમીની હશે. એટલે કે, તે ઇન્ડિયન માર્કેટમાં ટાટા નેક્સન EVને સીધી ટક્કર આપશે. ચાલો જાણીએ મારુતિની આ નવી કાર વિશે.

મારુતિ-ટોયોટા ઇલેક્ટ્રિક મિડસાઇઝ SUVનાં ડાયમેન્શન
મારુતિ-ટોયોટા YY8ની લંબાઈ 4.2 મીટરથી વધુ હશે. એટલે કે, તે ટાટા નેક્સન EV કરતાં વધુ લાંબી હશે. જો કે, તેની પહોળાઈ MG ZS EV કરતાં નાની હશે. YY8ની લંબાઈ પણ ટાટા નેક્સન EVની સરખામણીમાં લાંબી હશે. તેમજ, તેનું વ્હીલબેઝ નેક્સન અને MG ZS EV બંને કરતાં વધુ હશે. આમાં બેટરીની સાઈઝ પણ બંને ઈલેક્ટ્રિક SUV કરતાં વધુ હશે.

મારુતિ-ટોયોટા ઇલેક્ટ્રિક મિડસાઇઝ SUVની બેટરી, રેન્જ અને મોટર
મારુતિ-ટોયોટા YY8 ઇલેક્ટ્રિક SUVમાં ટુ-વ્હીલ અને ફોર-વ્હીલ ડ્રાઇવિંગ જોવા મળે છે. ટુ-વ્હીલ ડ્રાઇવ વેરિઅન્ટમાં 138hp મોટર અને 48kWh બેટરી પેક આપવામાં આવી શકે છે. તેની રેન્જ 400 કિમીની આસપાસ હશે. બીજીબાજુ, ફોર-વ્હીલ ડ્રાઇવ વેરિઅન્ટમાં 170hp પાવર સાથે બે ઇલેક્ટ્રિક મોટર્સનું કોમ્બિનેશન મળી શકે છે. તેમાં 59kWh બેટરી પેક મળવાની અપેક્ષા છે. તેની રેન્જ 500 કિમી આસપાસ હોઈ શકે છે.

ભારતમાં બનેલી બેટરી વપરાશે
મારુતિ-ટોયોટા દ્વારા તૈયાર થનારી આ ઇલેક્ટ્રિક SUVમાં ભારતમાં બનેલી બેટરીનો ઉપયોગ કરવામાં આવશે. આ બેટરી ગુજરાતની સ્થાનિક લિથિયમ-આયન બેટરી મેન્યુફેક્ચરર TDSG દ્વારા બનાવવામાં આવશે. તેને સુઝુકી મોટર કોર્પોરેશન, ડેન્સો કોર્પોરેશન અને તોશિબા કોર્પોરેશન વચ્ચે જોઇન્ટ વેન્ચર સાથે વિકસાવવામાં આવી રહી છે. EV માટે બેટરી પેક સોર્સિંગ એ સૌથી મોંઘા કાર્યોમાંનું એક છે. આવી સ્થિતિમાં, જ્યારે કારમાં લોકલ બેટરીનો ઉપયોગ કરવામાં આવશે તો ઉત્પાદકોને પણ તેનો ફાયદો મળશે.

મારુતિ-ટોયોટા YY8 EV ક્યાં સુધીમાં લોન્ચ થશે
મારુતિ-ટોયોટા YY8 ઇલેક્ટ્રિક કાર વર્ષ 2025 સુધીમાં લોન્ચ કરવામાં આવશે. કંપની તેની કિંમત ઘટાડવા પર પણ કામ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે તેની કિંમત ટાટા નેક્સન EV અને MG ZS EV કરતાં ઓછી હશે. YY8 EVની કિંમત 13થી 15 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે, જ્યારે ટાટા નેક્સન EVની કિંમત રૂપિયા 14.29થી 16.70 લાખ રૂપિયા અને MG ZS EVની કિંમત 21.49 થી 25.18 લાખ રૂપિયા સુધીની છે.

અન્ય સમાચારો પણ છે...