ભાવવધારો:મારુતિ સ્વિફ્ટની કિંમતમાં 15,000 રૂપિયાનો વધારો નોંધાયો, હવે ખરીદવા ₹5.81 લાખ ચૂકવવા પડશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન માર્કેટમાં સૌથી પોપ્યુલર હેચબેક ગાડીઓમાંની એક મારુતિ સુઝુકી સ્વિફ્ટની કિંમતમાં 15,000 રૂપિયા સુધીનો ભાવ વધારવામાં આવ્યો છે. આ મહિનાની શરૂઆતમાં કંપનીએ તેની કેટલીક ગાડીઓના ભાવ વધારવાની જાહેરાત કરી હતી, જેના પગલે કંપનીએ સ્વિફ્ટ વેરિઅન્ટ સાથે CNG મોડેલ્સની સંપૂર્ણ લાઇનઅપમાં વધારો કર્યો હતો. હવે વેરિએન્ટ પ્રમાણે ભાવવધારા અંગે માહિતી બહાર આવી છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ભાવમાં વધારો દરેક વેરિઅન્ટ પ્રમાણે અલગ અલગ હશે.

સ્વિફ્ટના વેરિઅન્ટમાં 15,000 રૂપિયા સુધીનો વધારો કરાયો
સ્વિફ્ટના વેરિઅન્ટમાં 15,000 રૂપિયા સુધીનો વધારો કરાયો

કેટલો ભાવવધારો કરાયો?
મોટાભાગના સ્વિફ્ટના વેરિઅન્ટમાં 15,000 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે, જ્યારે બે વેરિઅન્ટના ભાવમાં આંશિક વધારો કરવામાં આવ્યો છે. જે વેરિઅન્ટ્સમાં સૌથી વધુ ભાવવધારો કરવામાં આવ્યો છે તેમાં Vxi, Vxi AMT, Zxi, Zxi AMT, Zxi Plus, Zxi Plus AMT અને Zxi Plus ડ્યુઅલ-ટોન સામેલ છે. આ દરમિયાન, Lxi વેરિઅન્ટના ભાવમાં 8,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને Zxi Plus AMT ડ્યુઅલ-ટોન વેરિઅન્ટમાં 1,000 રૂપિયાનો સૌથી ઓછો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારા બાદ હવે સ્વિફ્ટની પ્રારંભિક કિંમત 5.81 લાખ રૂપિયા થઈ ગઈ છે અને તેનું ટોપ વેરિઅન્ટ ખરીદવા ગ્રાહકે 8.56 લાખ રૂપિયા ચૂકવવા પડશે.

મારુતિ સુઝુકીએ જૂનમાં કુલ 1,30,348 યૂનિટ વેચ્યાં છે
મારુતિ સુઝુકીએ જૂનમાં કુલ 1,30,348 યૂનિટ વેચ્યાં છે

વેચાણ
જૂન 2021માં મારુતિ સુઝુકીએ 1.65 લાખથી વધુ ગાડીઓ બનાવી હતી. આ દરમિયાન કોવિડ-19 મહામારીની બીજી લહેર આવ્યા બાદ ઓટો માર્કેટ તેની ખોવાયેલી ગતિ ફરીથી મેળવવા માગે છે. જૂન મહિના દરમિયાન ભારતમાં ઓટોમોબાઇલ કંપનીઓના વેચાણના આંકડામાં તીવ્ર વધારો નોંધાવ્યો હતો કારણ કે, બીજી લહેર પછી મહામારીની થોડી સુધરી છે. મારુતિ સુઝુકીએ જૂનમાં કુલ 1,30,348 યૂનિટ વેચ્યાં હતાં, જે મે મહિનાના વેચાણ કરતાં 35,293 યૂનિટ વધુ હતાં.