ઓટો ડેસ્ક. મારુતિ સુઝુકી પોતાની પોપ્યુલર હેચબેક સ્વિફ્ટનું દમદાર મોડેલ લાવવાની તૈયારીમાં છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કંપની સ્વિફ્ટનું ફેસલિફ્ટ મોડેલ લાવી શકે છે. તેમાં કારના સ્ટાઇલમાં કેટલાક ફેરફારો સાથે વધુ દમદાર પેટ્રોલ એન્જિન મળશે. આ એન્જિન મોડેલમા આપવામાં આવેલ 83PS પાવરવાળા 1.2 લીટર K12B પેટ્રોલ એન્જિનને રિપ્લેસ કરશે, જ્યારે 1.3 લીટર DDiS ડીઝલ એન્જિનને કંપની જલ્દી બંધ કરવાની છે.
પાવર
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, મારુતિ સ્વિફ્ટ ફેસલિફ્ટમાં BS6 કમ્પ્લાયન્ટ 1.2 લીટર ડ્યુલજેટ પેટ્રોલ એન્જિન મળશે, જે તાજેતરમાં લોન્ચ થયેલ ડિઝાયર ફેસલિફ્ટમાં આપવામાં આવ્યું છે. આ એન્જિન 90PS પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. તે વર્તમાન મોડેલમાં મોડેલમાં આપવામાં આવેલ K12B પેટ્રોલ એન્જિનની સરખામણીએ તેનો પાવર 7PS વધારે છે. ડિઝાયરની જેમ તેમાં પણ સ્ટાર્ટ-સ્ટોપ ટેક્નોલોજી મળશે, જેનાથી કારની માઈલેજ વધારશે.
માઈલેજ
મારુતિ ડિઝાયરમાં આપવામાં આવેલ 1.2 લીટર ડ્યુઅલ જેટ એન્જિનનું માઈલેજ મેન્યુઅલ ગિયરબોક્સની સાથે 23.26 કિલોમીટર અને ઓટોમેટિક ગિયર શિફ્ટ (AGS)ની સાથે 24.12 કિલોમીટર પ્રતિ લીટર છે. સ્વીફ્ટ ફેસલિફ્ટનું માઇલેજ સમાન રહેવાની અપેક્ષા છે. અત્યારે સ્વિફ્ટમાં મળનાર 1.2 લીટર K12B પેટ્રોલ એન્જિનનું માઈલેજ 21.21 કિલોમીટર પ્રતિ લીટર છે.
ફ્રેશ લુક અને અપડેટેડ કેબિન
મારુતિ નવા એન્જિન ઉપરાંત સ્વિફ્ટ ફેસલિફ્ટમાં કેટલાંક કોસ્મેટિક અપડેટ કરશે, જેમાં નવી ગ્રીલ, નવા બમ્પર અને રિડિઝાઈન્ડ ટેલલાઈટ સામેલ થવાની સંભાવના છે. કેબિનમાં નવી ડિઝાઈનની અપહોસ્ટ્રી, અપડેટેડ ઈન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, અને નવા 7 ઈંચ સ્માર્ટપ્લે સ્ટૂડિયો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળી શકે છે.
કિંમત
ડ્યુઅલજેટ પેટ્ર્લો એન્જિનની સાથે મારુતિ સ્વિફ્ટનું અપડેટેડ મોડેલ આગામી થોડા મહિનામાં ભારતીય માર્કેટમાં લોન્ચ થવાની શક્યતા છે. તેની કિંમત અત્યારના મોડેલ કરતા 6-20 હજાર રૂપિયા વધારે હોય શકે છે. અત્યારે સ્વિફ્ટની શરૂઆતી કિંમત 5.19 લાખ રૂપિયા છે. માર્કેટમાં નવી સ્વિફ્ટની ટક્કર ફોર્ડ ફિગો, હ્યુન્ડાઈ ગ્રાન્ડ આઈ10 નિયોસ અને ગ્રાન્ડ આઈ10 જેવી કારો સાથે થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.