ન્યૂ લોન્ચ / મારુતિ સુઝુકીની નવી સુપર કેરી CNG લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત 5.07 લાખ રૂપિયા

Maruti Suzuki's new Super Carry CNG launched, starting at Rs 5.07 lakh
X
Maruti Suzuki's new Super Carry CNG launched, starting at Rs 5.07 lakh

  • તેમાં 1.2 લિટરનું ફોર સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 6,000rpm પર 65PS જનરેટ કરે છે
  • તેમાં રિવર્સ પાર્કિંગ સેન્સર, સીટ બેલ્ટ રિમાઇન્ડર, લોકેબલ ગ્લોવ બોક્સ અને મોટું લોડિંગ ડેક છે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 10:15 AM IST

દિલ્હી. મારુતિ સુઝુકીએ લાઇટ કમર્શિયલ વ્હીકલ સુપર કેરીનું BS6 મોડેલ લોન્ચ કરી દીધું છે. આ પેટ્રોલ CNGથી સજ્જ છે. તેની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 5.07 લાખ રૂપિયા છે. BS6માં અપગ્રેડ થનારું આ દેશનું પહેલું લાઇટ કમર્શિયલ વ્હીકલ અને મારુતિનું છઠ્છું BS6 કમ્પ્લાયન S-CNG વ્હીકલ બની ગયું છે.

એન્જિન પાવર અને સેફ્ટી ફીચર્સ

તેમાં 1.2 લિટરનું ફોર સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 6,000rpm પર 65PS અને 3,000rpm પર 85Nm ટોર્ક જનરેટ કરે છે. સેફ્ટી અને સુવિધા તરીકે તેમાં રિવર્સ પાર્કિંગ સેન્સર, સીટ બેલ્ટ રિમાઇન્ડર, લોકેબલ ગ્લોવ બોક્સ અને મોટું લેડિંગ ડેક આપવામાં આવ્યું છે.

2010થી અત્યાર સુધી એક મિલિયન કરતાં પણ વધુ ગ્રીન વાહનો વેચ્યાં

  • લોન્ચિંગમાં વાત કરતા મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના ડાયરેક્ટર શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું કે, 320+ મજબૂત મારુતિ સુઝુકી કમર્શિયલ ચેનલ નેટવર્ક માધ્યમથી 56,000થી વધુ યૂનિટ વેચાયાં, સુપર કેરી સતત મિનિ ટ્રક સેગમેન્ટમાં સારું પ્રદર્શન કરી રહી છે. ખાસ કરીને નાના કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં.
  • તેમણે આગળ કહેતા જણાવ્યું કે, સુપર કેરીએ વ્યવસાયોને તેમની નફાકારકતા વધારવામાં મદદ કરી છે. આ સત્યની સાબિતી એ છે કે મોડેલ લોન્ચ થયાના માત્ર બે વર્ષમાં બીજા ક્રમનું સૌથી વધુ વેચાણ કરતું મોડેલ બની ગયું છે. બાય-ફ્યુઅલ S-CNG વેરિઅન્ટ ખૂબ સારી રીતે સ્વીકારવામાં આવ્યું છે.
  • વર્ષ 2010માં CNG સ્પેસમાં ડેબ્યૂ કરતાં કંપનીએ એક મિલિયનથી વધારે ગ્રીમ વાહનોનું વેચાણ કર્યું છે, જેમાં CNG અને સ્માર્ટ હાઇબ્રિડ વાન સામેલ છે. મારુતિ સુઝુકીએ જણાવ્યું કે, તેની S-CNG વ્હીકલ રેન્જ ભારત સરકારની તેલની આયાત ઘટાડવા અને દેશની એનર્જી બાસ્કેટમાં કુદરતી ગેસનો હિસ્સો 30.2%થી વધારીને વર્ષ 2030 સુધીમાં 15% કરવાનો છે. કોવિડ-19 હોવા છતાં ગયા વર્ષે કુલ 477 સ્ટેશનો 5 વર્ષના સરેરાશ 156 સ્ટેશનોની સામે ઉમેરવામાં આવ્યા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી