અપકમિંગ / મારુતિ સુઝુકી હવે S-Pressoનું CNG વર્ઝન લાવશે, 30થી વધુ એવરેજ મળશે

Maruti Suzuki to launch CNG version of S-Presso

Divyabhaskar.com

Oct 09, 2019, 09:06 AM IST

ઓટો ડેસ્કઃ કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ તાજેતરમાં જ ભારતમાં પોતાની પહેલી મિની એસયુવી S-Presso લોન્ચ કરી છે. તેમજ, આ કાર સાથે મારુતિએ એક નવું સેગમેન્ટ પણ બનાવી લીધું. આ કાર 4 વેરિઅન્ટ્સ Standard, LXI, VXI, and VXI+માં મળે છે. દિલ્હીમાં તેની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 3.69 લાખ રૂપિયા છે. આ કાર 6 રંગોમાં ઉપલબ્ધ છે. પરંતુ હવે કંપની ટૂંક સમયમાં આ કારનું CNG વર્ઝન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, સુઝુકી નવી S-Pressoનાં CNG વર્ઝન પર કામ કરી રહી છે અને ટૂંક સમયમાં જ તેને માર્કેટમાં ઉતારવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે કંપની S-Pressoમાં પણ એ જ CNG કિટ લગાવશે જે અત્યારે Alto K10માં લાગેલી છે. અત્યારે નવી S-Presso માત્ર પેટ્રોલ એન્જિનમાં આવી છે, જેમાં 1.0 લિટલનું નવું BS-6 માન્ય પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 68PS પાવર અને 90NM ટોર્ક આપે છે. આ 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ AGS (ઓટો ગિયર શિફ્ટ) સાથે છે. એક લિટરમાં આ કાર 21.7 કિલોમીટરની એવરેજ કાઢી આપે છે. CNG મોડલ 30થી વધુ એવરેજ આપશે એવી અપેક્ષા છે.

નવી S-Pressoનાં CNG વર્ઝનમાં પણ 10થી વધુ સેફ્ટી ફીચર્સ આપવામાં આવશે. તેમાં એરબેગ્સ, એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમન, રીઅર પાર્કિંગ સેન્સર્સ અને સીટ બેલ્ટ રિમાઇન્ડર જેવાં ફીચર્સ આપવામાં આવશે.

X
Maruti Suzuki to launch CNG version of S-Presso

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી