તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની મારુતિ સુઝુકીએ તેની બે ગાડીઓ WagonR અને Balenoનાં કુલ 1,34,885 મોડેલ્સ પરત મંગાવ્યાં છે. કંપનીએ 5 નવેમ્બર 2018થી લઇને 15 ઓક્ટોબર 2019 વચ્ચે બનેલી 1 લિટર પેટ્રોલ એન્જિનવાળી વેગનઆર અને 8 જાન્યુઆરી 2019થી 4 નવેમ્બર 2019 વચ્ચે બનેલી બલેનો (પેટ્રોલ) રિકોલ કરી છે. કંપનીએ આ મોડેલ્સના ફ્યુલ પંપમાં આવેલી ખામીને કારણે તેને પરત મગાવી છે.
ફ્રીમાં ચેન્જ કરી આપવામાં આવશે
કંપનીએ જણાવ્યું કે, વેગનઆરનાં 56,663 યૂનિટ્સ અને બલેનોનાં 78,222 યૂનિટ્સના ફ્યુલ પંપમાં ગડબડ હોવાને કારણે પરત મંગાવી છે, જેને કોઈ ચાર્જ લીધા વગર ફ્રીમાં ચેન્જ કરી આપવામાં આવશે. આ અભિયાન હેઠળ વાહનોના માલિકોનો ઓફિશિયલ ડીલર દ્વારા સંપર્ક કરવામાં આવશે.
લિસ્ટમાં તમારી ગાડી છે કે નહીં તે ચેક કરવાની પ્રોસેસ
ગ્રાહક કંપનીની ઓફિશિયલ વેબસાઇટ marutisuzuki.com પર જઇને જાતે પણ ચેક કરી શકે છે કે તેમની વેગનઆર આ લિસ્ટમાં સામેલ છે કે નહીં. આ માટે કંપનીનીની વેબસાઇટ પર આપવામાં આવેલા 'Important Customer Info' સેક્શન પર ક્લિક કરો. અહીં વેગનઆરના રિકોલની માહિતી આપવામાં આવી છે, જેના પર ક્લિક કર્યા બાદ એક પેજ ખૂલશે અને તેની નીચે 'Click here' ઓપ્શન મળશે. ત્યાં ક્લિક કરવાથી એક બોક્સ ખૂલશે. તેમાં ચેસિસ નંબર નાખશો એટલે તમને આ અંગે જાણકારી મળી જશે.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.