ન્યૂ લોન્ચ / મારુતિ સુઝુકીએ 7 સીટર MPV Eeco લોન્ચ કરી, કિંમત 3.61 લાખ રૂપિયા

Maruti Suzuki launches 7 seater MPV Eeco, priced at Rs 3.61 lakh

Divyabhaskar.com

Oct 21, 2019, 10:09 AM IST

ઓટો ડેસ્કઃ આજકાલ ભારતમાં ઓછા બજેટમાં MPV બની રહી છે. લોકો હવે હેચબેક કારથી યુટિલિટી વાહનો તરફ આકર્ષિત થતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં, રેનો ટ્રાઇબર અને મારુતિ સુઝુકી એસ-પ્રેસો જેવી લો બજેટ કારે માર્કેટમાં એન્ટ્રી મારી છે, જ્યારે ડેટ્સન ગો પ્લસ તેના નીચા બજેટમાં ધીમે ધીમે ઝડપ પકડી રહી છે. એવામાં હવે મારુતિ સુઝુકીએ ફક્ત 3.61 લાખ રૂપિયામાં તેની 7 સીટર MPV માર્કેટમાં લોન્ચ કરી છે.

ભાવવધારો
મારુતિ સુઝુકીએ તેની લોકપ્રિય MPV Eecoને હવે નવાં સેફ્ટી ફીચર્સ સાથે માર્કેટમાં ઉતારી છે. ક્રેશ ટેસ્ટ compliant નવી Eecoની કિંમતમાં પણ વધારો થયો છે. એટલે કે હવે આ મોડલ 6,000 રૂપિયાથી 9,000 રૂપિયા સુધી મોંઘી બની છે. નવી Eecoની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 3.61 લાખ રૂપિયા છે.

એન્જિન
નવી Eecoમાં 1196ccનું ફોર સિલિન્ડર પેટ્રોલ એન્જિન લાગેલું છે, જે 73hp પાવર અને 101Nm ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત, તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. તેમાં લાગેલું એન્જિન પાવરફુલ હોવાની સાથે સસ્તું પણ છે. મારુતિ Eecoને પર્સનલ અને કોમર્શિયલ બંને રીતે ઉપયોગમાં લઇ શકાય છે. તેની ડિઝાઇન વેન જેવી છે. આ કારમાં 6થી 7 લોકો સરળતાથઈ બેસી શકે છે.

ફીચર્સ
નવી મારુતિ Eecoમાં સેફ્ટી માટે એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ, EBD, ડ્રાઇવર સાઇડ એરબેગ અને રીઅર પાર્કિંગ સેન્સર્સ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, તેમાં આવતા વર્ષે BS-6 એન્જિન પણ આપવામાં આવશે.

X
Maruti Suzuki launches 7 seater MPV Eeco, priced at Rs 3.61 lakh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી