તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Maruti Suzuki Jimny's 5 Door Look Came Out For The First Time, This Car Coming In Green Shade Will Be Equipped With The Latest Features

ફર્સ્ટ લુક:મારુતિ સુઝુકી જિમ્નીનો 5 ડોર લુક પહેલીવાર સામે આવ્યો, ગ્રીન શેડમાં આવનારી આ કાર લેટેસ્ટ ફીચર્સથી સજ્જ હશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મારુતિ સુઝુકી જિમ્નીનું 3 ડોર વેરિઅન્ટ થોડા સમય પહેલાં લોન્ચ થઈ ગયું હતું અને હાલ તેનું પ્રોડક્શન ભારતમાં પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હાલમાં તે માત્ર નિકાસ માટે બનાવવામાં આવી રહ્યું છે. આ કારની સાઉથ અમેરિકા, મિડલ ઇસ્ટ અને આફ્રિકન માર્કેટમાં નિકાસ કરવામાં આવી રહી છે. તેને ભારતમાં આવતા વર્ષના બીજા ભાગમાં લોન્ચ કરવામાં આવી શકાય છે. જો કે, અત્યારે આ કારનું 5 ડોર વર્ઝન ચર્ચામાં છે. તાજેતરમાં જ આ મોડેલ પહેલી વખત ટેસ્ટિંગ દરમિયાન કેમોફ્લોઇડ વર્ઝનમાં જોવા મળ્યું છે. એટલે કે આ કારનો રિયલ લુક પહેલી વખત સામે આવ્યો છે.

ગૂગલ સ્ટ્રીટ વ્યૂમાં જિમ્ની જોવા મળી
Suzuki Jimny 5 Door SUV ગૂગલ સ્ટ્રીટ વ્યૂમાં જોવા મળી છે. Rushlane Spylaneના જણાવ્યા અનુસાર, આ કાર ગ્રીન શેડમાં જોવા મળી. આ કલર સ્કીમ 3 ડોર વર્ઝનમાં પણ જોવા મળી ચૂકી છે.

કારના ફ્રંટમાં 5 સ્લેટ ગ્રિલ, સર્ક્યુલર LED હેડલેમ્પ અને બ્લેક બંપર આપવામાં આવ્યાં છે
કારના ફ્રંટમાં 5 સ્લેટ ગ્રિલ, સર્ક્યુલર LED હેડલેમ્પ અને બ્લેક બંપર આપવામાં આવ્યાં છે

લુક અને ડિઝાઇન
3 ડોરવાળી આ બોક્સી પ્રાફાઇલ ધરાવતી આ SUV રગ્ડ સ્ટાઇલિંગ સાથે આવે છે. આ કારના ફ્રંટમાં 5 સ્લેટ ગ્રિલ, સર્ક્યુલર LED હેડલેમ્પ અને બ્લેક બંપર આપવામાં આવ્યાં છે. બોડીની ચારેબાજુ બ્લેક બોડી ક્લેન્ડિંગ, બહારની બાજુ નીકળતા વ્હીલ આર્ચ અને રિઅર માઉન્ટેડ સ્પે વ્હીલ આ SUVને મસ્ક્યુલર લુક આપે છે.

એન્જિન ડિટેલ્સ
મારુતિ જિમ્ની ભારતમાં 4-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ સાથે આવશે, જે તેની ઓફ-રોડિંગ ક્ષમતામાં વધારો કરશે. તેમાં 1.5 લિટર પેટ્રોલ એન્જિન મળે એવી અપેક્ષા છે, જે 100bhp પાવર અને 130Nm ટોર્ક જનરેટ કરે છે. તેને 5-સ્પીડ મેન્યુઅલ અને 4-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ ઓપ્શન્સ સાથે જોડવામાં આવશે.

એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે
એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે

ફીચર્સ
જિમ્ની SUV લેટેસ્ટ ફીચર્સથી સજ્જ હશે. તેમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે. આ સિવાય, SUVમાં ઓટોમેટિક AC, ઓડિયો અને ક્લાઇમેટ કંટ્રોલ, હીટેડ ફ્રંટ સીટ અને ક્રૂઝ કંટ્રોલ સહિત અન્ય ઘણાં ફીચર્સ હશે. સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો એરબેગ્સ, લેન ડિપાર્ચર વોર્નિંગ, સીટ બેલ્ટ રિમાઇન્ડર, ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ્સ અને ઓટોનોમસ ઇમર્જન્સી બ્રેકિંગ સિસ્ટમ જેવાં ફીચર્સ હશે.