તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Automobile
 • Maruti Suzuki Ertiga Sold The Most In The Utility Vehicle Segment Last Month, With 16 People Buying A Toyota Welfare Worth ₹ 83.50 Lakh.

સેલ્સ એનાલિસિસ:મારુતિ સુઝુકી અર્ટિગા ગત મહિને યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં સૌથી વધુ વેચાઈ, 16 લોકોએ ₹83.50 લાખની કિંમતની ટોયોટા વેલફાયર ખરીદી

દિલ્હી10 દિવસ પહેલા
 • ઇનોવા ક્રિસ્ટાએ 2,943 યૂનિટ્સ સાથે ગયા વર્ષના સમાન સમયગાળામાં 39% ઘટાડો નોંધાવ્યો છે
 • 57% ગ્રોથ સાથે, ટ્રાઇબરના ઓગસ્ટ 2020માં 3,906 યૂનિટ્સ વેચાયાં, ઓગસ્ટ 2019માં 2,490 યૂનિટ્સ વેચાયાં હતાં

ભારતમાં મલ્ટિ યુટિલિટી વ્હીકલ્સનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ વાતનું અનુમાન એટલે લગાવી શકાય કારણ કે, લોકડાઉન પછીના સમયગાળામાં યુટિલિટી વ્હીકલ્સના વેચાણની સંખ્યા સતત વધી રહી છે. ગયા મહિને પણ આ સેગમેન્ટમાં બહુ સારો ગ્રોથ જોવા મળ્યો હતો. ગયા વર્ષે, ઓગસ્ટ 2019માં મારુતિ સુઝુકી અર્ટિગાએ 8391 યૂનિટ વેચ્યાં, જ્યારે ઓગસ્ટ 2020માં કુલ 9302 યૂનિટ્સ 11%ના પોઝિટિવ ગ્રોથ સાથે વેચાયાં હતાં.

મોડેલ પ્રમાણે વેચાણના આંકડા

પેસેન્જરઓગસ્ટ 2020ઓગસ્ટ 2019
1.મારુ સુઝુકી અર્ટિગા (11%)9,3028,391
2.મહિન્દ્રા બોલેરો (37%)5,4873,993
3.રેનો ટ્રાઇબર (57%)3,9062,490
4.ટોયોટા ઇનોવા ક્રિસ્ટા (-39%)2,9434,796
5.મારુતિ સુઝુકી XL6 (-22%)1,8462,356
6.મહિન્દ્રા મરાત્ઝો (-9%)635697
7.કિઆ કાર્નિવલ198-
8.ડેટ્સન ગો (-62%)65169
9.ટોયોટા વેલફાયર16-
 • મારુતિ સુઝુકી માટે અનુક્રમે અરેના અને નેક્સા ડીલરશિપમાંથી અર્ટિગા અને XL6નું જોઇન્ટ વેચાણ 3%ના વધારા સાથે 11,148 યૂનિટ્સ હતું. ખાસ કરીને MUV સેગમેન્ટમાં રેનો ટ્રાઇબર અને એર્ટિગાના સૌજન્યથી ઓગસ્ટ 2020માં વેચાયેલાં 24,398 યૂનિટ્સ સાથે 3%નો વધારો થયો.
 • પેસેન્જર વ્હીકલ ટેબલમાં બીજા સ્થાને મારૂતિ સુઝુકી અર્ટિગા પછી મહિન્દ્રા બોલેરો છે. ગ્રામીણ વેચાણમાં સુધારાના કારણે તાજેતરના મહિનાઓમાં બોલેરો વોલ્યુમમાં વધારો થયો છે અને ઓગસ્ટ 2020માં 37% પોઝિટિવ વોલ્યૂમ ગ્રોથ રહ્યો. કુલ 5,487 યૂનિટ વેચાયાં, જ્યારે ઓગસ્ટ 2019માં કુલ 3,993 યૂનિટ વેચાયાં હતાં.
 • ટ્રાઇબર મોડ્યુલર વાહનનું ઓગસ્ટ 2020માં 3,906 યૂનિટ્સનું વેચાણ નોંધાયું હતું, જેમાં 57% વેચાણની વૃદ્ધિ નોંધાઈ હતી, જ્યારે 12 મહિના અગાઉના સમાન સમયગાળા દરમિયાન ટ્રાઇબરના 2,490 યૂનિટ્સ વેચાયાં હતાં. ઓગસ્ટ 2020માં ટોયોટાની સૌથી વધુ વેચાયેલી કાર ઇનોવા ક્રિસ્ટા હતી, પરંતુ આ મહિને તેનાં 3 હજાર યૂનિટ્સ પણ ન વેચાઈ શક્યાં.
 • 2,943 યૂનિટ્સનાં વેચાણ સાથે ઇનોવા ક્રિસ્ટાએ ગયા વર્ષના સમાન ગાળામાં 39% ઘટાડો નોંધાવ્યો હતો. ક્રિસ્ટાએ ઓગસ્ટ 2019માં કુલ 4,796 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. ગયા વર્ષે ઓગસ્ટ 2019માં વેચાયેલા XL6ના 2,356 યૂનિટની તુલનામાં મારુતિ સુઝુકી XL6એ 1,846 યૂનિટનું વેચાણ નોંધાવ્યું હતું.
 • મહિન્દ્રા મરાત્ઝોનું BS6 વર્ઝન લાંબા સમય સુધી વેચાણમાં ટોપ પર છે. ગયા મહિને મરાત્ઝોએ 9%ના ઘટાડા સાથે 635 યૂનિટ્સનું વેચાણ નોંધાવ્યું, જ્જયારે ઓગસ્ટ 2019માંમરાત્ઝોનાં 697 યૂનિટ્સ વેચાયાં. કાર્નિવલ, જે ભારતમાં ત્રણ વેરિઅન્ટમાં વેચાય છે તે ઇનોવા ક્રિસ્ટા કરતાં વધુ પ્રીમિયમ MPV છે, તે 2.2-લિટર ડીઝલ એન્જિન અને 8-સ્પીડ ઓટો ગિયરબોક્સ સાથે આવે છે. કાર્નિવલે 198 યૂનિટ્સ વેચ્યાં હતાં, જ્યારે ડેટ્સન GO+નાં 65 યૂનિટ્સ અને અલ્ટ્રા લક્ઝરી ટોયોટા વેલફાયરે 16 યૂનિટ્સ વેચ્યાં હતાં. ટોયોટા વેલફાયરની એક્સ શો રૂમ કિંમત 83.50 લાખ રૂપિયા છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો